Monday, September 20, 2021
Homeપ્રાંતિજ : જગત જનની શ્રી ઉમિયા માતાજી મંદિર ઊંઝા ખાતે યોજાનાર લક્ષચંડી...
Array

પ્રાંતિજ : જગત જનની શ્રી ઉમિયા માતાજી મંદિર ઊંઝા ખાતે યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞની પત્રિકાઓનુ સ્વાગત કરવામાં આવ્યું

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જગત જનની શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા કડવા પાટીદાર સમાજ આયોજિત લક્ષચંડી મહાયજ્ઞ ની ” મા નું તેડું ” પત્રિકા ઓનુ ડીજે ના તાલે વાજતેગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં પ્રાંતિજ પાટીદાર સમાજ ના ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

 

ડીજે ના તાલે વાજતેગાજતે સ્વાગત .
ચિત્રિણી નર્સિંગ કોલેજ થી વરધોડો નિકળ્યો
પાટીદાર સમાજ ના ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યાં

ઊંઝા ખાતે આવેલ શ્રી ઉમિયા માતાજી મંદિર કડવા પાટીદાર કુળ દેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા તારીખ ૧૮ ડીસેમ્બર થી ૨૨ ડીસેમ્બર સુધી યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞ ની તડામાર તૈયારીઓ ની સાથે ” મા નું તેડું ” પત્રિકા ઓનુ પણ કડવા પાટીદાર કુળ દેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થા ઊંઝા દ્વારા પાટીદાર સમાજ ના ગામે ગામ મા નું તેડું પત્રિકા ઓનુ આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે ત્યારે પ્રાંતિજ પત્રિકાઓ લઇને પત્રિકા કમિટી ના સભ્યો મા નુ તેડું પત્રિકાઓ લઇને પ્રાંતિજ મુકામે આવી પહોચ્યા હતાં જયાં પ્રાંતિજ શહેર કન્વિનર રાકેશભાઇ પટેલ , અશોકભાઇ , કેતુલભાઇ , મયુરભાઇ , કમલેશભાઇ પ્રાંતિજ પાટીદાર સમાજ ના ભાઇ-બહેનો દ્વારા ” મા નું તેડું ” પત્રિકાઓનુ ડીજે ના તાલે વાજતેગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને મા ની પત્રિકાઓનુ ઉપસ્થિત ભાઇ બહેનો દ્વારા કંકુ ચોખા ફુલહાર પહેરાવી ને ” મા નુ તેડું ” પત્રિકાઓનુ ચિત્રિણી નર્સિંગ કોલેજ થી વાજતેગાજતે વરધોડો કાઢી ને સ્વાગત કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે આમંત્રણ પત્રિકાઓ લઇને આવેલ જિલ્લા માંથી આવેલ કે.સી.પટેલ ,પટેલ મણીકાકા , પટેલ દિનેશભાઇ , વી.આર.પટેલ , મુકેશભાઇ પટેલ , અશોકભાઇ , સુભાષભાઇ પોપટ ભાઇ , સંજયભાઇ મણીકાકા નું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું .

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments