Wednesday, October 20, 2021
Homeદેશલખીમપુર હિંસા રાષ્ટ્રપતિ ભવન પહોંચી : રાહુલની આગેવાનીમાં રાષ્ટ્રપતિને મળ્યા 7 કોંગ્રેસી...

લખીમપુર હિંસા રાષ્ટ્રપતિ ભવન પહોંચી : રાહુલની આગેવાનીમાં રાષ્ટ્રપતિને મળ્યા 7 કોંગ્રેસી નેતા

 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં આજે એક પ્રતિનિધિ મંડળે લખીમપુર હિંસા મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિને હિંસા સાથે જોડાયેલા તથ્યો સોંપ્યા હતા. કોંગ્રેસી નેતાઓએ રાષ્ટ્રપતિને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને તેમના પદ પરથી હટાવવાની માંગણી કરી છે.

મુલાકાત પછી રાહુલ ગાંધીએ કહ્યું કે, પીડિત પરિવારોની માંગ છે કે, જેમણે પણ તેમના દિકરા ગુમાવ્યા છે તેમને સજા મળવી જોઈએ. એવું પણ કહ્યું છે કે, જે વ્યક્તિએ હત્યા કરી છે (આશિષ મિશ્રા) તેના પિતા દેશના ગૃહ રાજ્યમંત્રી છે. જ્યાં સુધી તેઓ તેમના પદ પર છે ત્યાં સુધી ન્યાય મળશે નહીં. એ વાત અમે રાષ્ટ્રપતિને જણાવી છે.

રાષ્ટ્રપતિ ભવન જતો કોંગ્રેસનો કાફલો
રાષ્ટ્રપતિ ભવન જતો કોંગ્રેસનો કાફલો

પ્રિયંકા ગાંધીએ પણ રાહુલ ગાંધીની વાત આગળ વધારતા કહ્યું કે, ગૃહ રાજ્ય મંત્રી આરોપીના પિતા છે. જ્યાં સુધી તેમને સસ્પેન્ડ નહીં કરાય ત્યાં સુધી ન્યાય નહીં મળી શકે. શહીદ પત્રકાર અને ખેડૂતો પરિવારજનોની પણ આ જ માંગણી છે.

કોંગ્રેસે મૂકી મોટી બે માંગણી
મલ્લિકાર્જૂન ખડગેએ જણાવ્યું કે અમે રાષ્ટ્રપતિને લખમીપુર ખીરી હિંસા મામલે દરેક માહિતી આપી છે. અમે તેમની સામે બે માંગણીઓ મૂકી છે. પહેલી- સિટિંગ જજ પાસે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. બીજી- ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાએ રાજીનામું આપી દેવું જોઈએ અને તેમને સસ્પેન્ડ કરવા જોઈએ. ત્યારે જ હિંસામાં જીવ ગુમાવનાર ખેડૂત પરિવારોને ન્યાય મળશે.

રાહુલ સાથે હતા આ નેતાઓ
રાષ્ટ્રપતિને મળવા માટે રાહુલ ગાંધી સાથે રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ મલ્લિકાર્જૂન ખડગે, સીનિયર નેતા એકે એંટની, ગુલામ નબી આઝાદ, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ સાથે ગયા હતા. કોંગ્રેસે રાષ્ટ્રપતિ પાસે મળવાનો સમય માંગ્યો હતો. ત્યારપછી આજે મુલાકાતનો સમય મળ્યો હતો.

પ્રિયંકા ગાંધી ગઈ કાલે અંતિમ અરદાસમાં સામેલ થયા હતા
પ્રિયંકા ગાંધી ગઈ કાલે અંતિમ અરદાસમાં સામેલ થયા હતા

અંતિમ અરદાસમાં લખીમપુર પહોંચી હતી પ્રિયંકા
લખીમપુર હિંસામાં મૃતક ખેડૂતોની આત્માની શાંતિ માટે મંગળવારે તિકુનિયામાં અંતિમ અરદાસ (શ્રદ્ધાંજલિ સભા) કરવામાં આવી હતી. તેમાં પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા. જોકે તેમને સ્ટેજ પર જગ્યા આપવામાં આવી નહતી. પ્રિયંકાએ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પહેલાં વારાણસીમાં ખેડૂતોની ન્યાયયાત્રા શરૂ કરવામાં આવી હતી. તેમાં પ્રિયંકાએ સ્ટેજ પરછી જાહેરાત કરી હતી કે, જ્યાં સુધી અજય મિશ્રા રાજીનામું નહીં આપે ત્યાં સુધી હું આંદોલન કરતી રહીશ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments