લાખણી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રાજસ્થાનમાં પૂજારીની હત્યાને લઈને આવેદનપત્ર આપ્યું

0
8

રાહ્મણ પૂજારી પરિવારને સરકાર આર્થિક રીતે ૫૦ લાખ રૂપિયા આપે પરિવારના કોઈ એક સભ્યને સરકારી નોકરી આપે અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ.

લાખણી : રાજસ્થાનના કરોલી વિસ્તારમાં એક મંદિરના બ્રાહ્મણ પૂજારીને મંદિરની જમીન વિવાદને લઈને કેટલાક હરામી અસામાજિક તત્વોએ ધોળાદિવસે પૂજારી ઉપર પેટ્રોલ નાખીને જીવતો સળગાવી ક્રૂરરીતે હત્યા કરવામાં આવતાં રાજસ્થાન સહિત પુરા દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા અને સમસ્ત બ્રહ્મ સમાજ સહિત સનાતન ધર્મના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને આ પૂજારી પરિવારને ન્યાય મળે અને મદદ મળે તેવી માંગ દેશના લોકો કરી રહ્યા છે.

ત્યારે લાખણી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પણ મહામહિમ રાજ્યપાલને સંબોધીને લાખણી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરી હતી કે આ જઘન્ય અપરાધ કરનાર નરાધમ આરોપીઓની ધરપકડ કરી ફાંસી આપો અને પૂજારી પરિવારને રાજસ્થાનની અશોક ગહેલોતની કોંગ્રેસ સરકાર ૫૦ લાખની આર્થિક મદદ કરે અને મૃતક પૂજારી એજ પરિવારનો આધાર સ્તંભ હતો અને ખૂબ જ આર્થિક રીતે ગરીબ છે જ્યારે ઘરમાં કમાણી કરનાર નું જ મોત થયુ હોવાથી તેમના પરિવારના કોઈ એક સભ્યને સરકારી નોકરી આપવા માટેની માંગણી કરી હતી અને ચીમકી આપી છે કે જો રાજસ્થાનની અશોક ગહેલોતની કોંગ્રેસ સરકાર આ કેશમાં ઢીલીનીતિ રાખશે તો બ્રાહ્મણનો નાશ કરનારનો તો નાશ થશે જ પણ અશોક ગહેલોતની કોંગ્રેસ સરકારનો પણ નાશ થશે એમાં કોઈ શંકા નથી આ પ્રસંગે લાખણી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના યુવા પ્રમુખ ભરતભાઇ દવે લાખણી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના મહામંત્રી સુરેશભાઈ જોષી લાખણી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ પ્રહલાદભાઈ રાજપુરોહિત તેમજ ઈશ્વરભાઈ જોષી(વાસણા)બિપિનભાઈ દવે(એડવોકેટ)અમરતભાઈ જોષી(આનંદ એકાઉન્ટ)ચિરાગભાઈ દવે(સ્વસ્તિક સ્ટેશનરી)આનંદભાઈ જોષી(આનંદ કેટર્સ)સહિતના બ્રહ્મ સમાજના યુવાનો હાજર રહ્યા હતા.

 

રાજસ્થાનના કરોલી વિસ્તારમાં મંદિરના પૂજારીની પેટ્રોલ નાખીને બેરહેમીથી હત્યા કરવામાં આવી છે જેની અમે નિંદા કરીએ છીએ અને રાજસ્થાનની અશોક ગહેલોત સરકાર આ બ્રાહ્મણ પૂજારીને આર્થિક રીતે ૫૦ લાખ ની મદદ કરે પૂજારી પરિવારના કોઈ એક સભ્યને સરકારી નોકરી આપે અને આરોપીઓને ફાંસી કરે એવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે બ્રાહ્મણ પૂજારીની હત્યા કરનાર નરાધમોના કુળનો તો નાશ થવાનો જ છે પણ જો આ કેશમાં અશોક ગહેલોતની કોંગ્રેસ સરકાર ઢીલીનીતિ રાખશે તો એમનો પણ નાશ થશે દુઃખની વાત છે કે હિન્દુઓના હિન્દુસ્તાનમાં સનાતન ધર્મના પાયારૂપ ગણાતા સંતો અને પૂજારીની હત્યા કરવામાં આવે છે. : ભરત દવે (યુવા પ્રમુખ- સમસ્ત બ્રહ્મ સમાજ,લાખણી તાલુકા)

 

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા