લેકિમા વાવાઝોડાથી 65 લાખ લોકો પ્રભાવિત, 32ના મોત

0
25

બેઈજિંગ: ચીનના પૂર્વ દરિયાઈ વિસ્તાર પર આવેલા ચક્રવાતી વાવાઝોડા લેકિમાના કારણે 65 લાખ લોકો પ્રભાવિત થયા છે. જ્યારે 1.46 લાખ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. વાવાઝોડાના કારણએ રવિવારે રાત સુધીમાં 32 લોકોના મોત થયા છે જ્યારે 16 લોકો ગુમ થયા છે. ચીનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે વાવાઝોડાની સૌથી વધારે અસર શાંઘાઈ સહિત ઝેજિયાંગ , જિયાંગ્સુ , આન્હુઈ , શેન્ડોંગ અને ફુઝિયાનમાં થઈ છે.

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે વાવાઝોડાના કારણે 35 હજાર ઘરોને નુકસાન થયું છે , જ્યારે 3500 મકાન ઘરાશાયી થયા છે. 2 લાખ 65,500 હેક્ટર જમીનનો પાક બરબાદ થઈ ગયો છે. ડિઝાસ્ટર અને નાણામંત્રાલયે 30 કરોડની આર્થિક સહાય જાહેર કરી છે.

મેટ્રોલોજિકલ સેન્ટર પ્રમાણએ લેકિમા આ વર્ષે આવનારું નવમું વાવાઝોડું છે. તેના કારણે ઝેજિયાંગના વેનલિંગ શહેરમાં શનિવારે ભૂસ્ખલન થયું હતું. સેન્ટરમાં તાઈવાન , ફુઝિયાન , ઝેજિયાંગ , શાંઘાઈ અને જિયાંગ્સુ શહેરમાં પવન ફૂંકાવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. વાવાઝોડા અને ભારે વરસાદના કારણે ઘણાં ઝાડ ઉખડી ગયા છે અને વીજ સેવા ખોરવાઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here