લોકડાઉનમાં માતા પાસેથી રસોઈ શીખી તમિલનાડુની લક્ષ્મીએ 58 મિનિટમાં 46 વાનગીઓ બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

0
4

ચેન્નાઈમાં એસ. એન. લક્ષ્મી સાંઈશ્રીએ 58 મિનિટમાં 46 વાનગીઓ બનાવીને યુનિકો વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો છે. લક્ષ્મીને તેની માતાને લીધે કુકિંગમાં રસ થયો. માતા પાસેથી રસોઈ શીખી. વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ જોઇને લક્ષ્મી ઘણી ખુશ છે.

લક્ષ્મીનું નામ કલાઈમગલ છે. તેમણે કહ્યું કે, ‘લોકડાઉન દરમિયાન લક્ષ્મીએ રસોઈ શીખવાનું શરુ કર્યું. હું તમિલનાડુમાં મારા ઘરે અલગ-અલગ પારંપરિક વસ્તુઓ બનાવું છું. લોકડાઉનમાં લક્ષ્મીએ મને કિચનમાં કામ કરતા જોઈ તો તેને પણ શીખવાની ઈચ્છા જાગી. મેં લક્ષ્મીની આ રુચિ વિશે માતા પતિને કહ્યું અને તેમણે કુલીનરી એક્ટિવિટીમાં વર્લ્ડ રેકોર્ડ માટે લક્ષ્મીનું નામ આપવાનો નિર્ણય કર્યો. આ રેકોર્ડ વિશે અમે થોડી જાણકારી ભેગી કરી. લક્ષ્મી પહેલાં કેરળમાં 10 વર્ષની સાન્વીએ 30 ડિશ બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ લક્ષ્મીએ 46 ડિશ બનાવીને સાન્વીનો રેકોર્ડ તોડ્યો.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here