Thursday, October 28, 2021
Homeસ્ટીલ કિંગ તરીકે જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી.
Array

સ્ટીલ કિંગ તરીકે જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

સ્ટીલ કિંગ તરીકે જાણીતા ઉદ્યોગપત લક્ષ્મી મિત્તલ શુક્રવારે કેવડીયા કોલોની ખાતે આવ્યા હતા અને તેમને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોયા બાદ પોતાના અનુભવો વિષે લખ્યું હતું કે, મે કેવડિયા જઈને સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને અન્ય આકર્ષણો જોયા છે. ખુબ જ અદભૂત, અવિસ્મરણીય અને અકલ્પનીય છે, તેમણે વધુમાં લખ્યું હતું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદર્શી, દ્રઢ નેતૃત્વ, વિશાળ વિચારનું પ્રતિબિંબ કેવડિયામાં દરેક ક્ષણે જોવા મળે છે.

વડાપ્રધાને કેવડિયાની કાયાપલટ કરી નાખી

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મને લાગતું જ નથી કે, આપણી માતૃભૂમિ ભારતમાં છું. હું વિચારમાં પડી ગયો કે, કેવી રીતે થોડા સમયમાં વડાપ્રધાને અહીંની કાયાપલટ કરી નાખી. કેવડિયા ભારત દેશનું ગૌરવ છે. કેવડિયા એ વાતનું જીવતું જાગતું પ્રતીક છે કે, એક મજબૂત હાથોમાં ભારતનું ભવિષ્ય સુરક્ષિત છે. અખંડ ભારતના નિર્માતા સરદાર પટેલને કોટી કોટી નમન…શત શત પ્રણામ…

મોટા ઉદ્યોગપતિઓની સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતેની મુલાકાતો વધી રહી છે

અત્રે ઉલખનિય છે કે, હવે મોટા ઉદ્યોગપતિઓની સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતેની મુલાકાતો વધી રહી છે. આ પહેલા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મુલાકાત લીધી હતી અને હવે લક્ષ્મી મિત્તલે પણ મુલાકાત લીધી છે, જેથી આ મોટા ઉદ્યોગપતિઓની નજર કેવડિયા વિસ્તારમાં હોવાથી રોકાણ કરે તેવી શક્યતા છે અને તેઓ કેવડિયામાં વૈભવી હોટલો બનાવી શકે એવી શક્યતાઓ સેવાઇ રહી છે.

મિત્તલ વડાપ્રધાન મોદી સાથે અમદાવાદ એરપોર્ટ ખાતે મીટિંગ કરશે

દેશના નામાંકિત ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ અચાનક અમદાવાદ આવ્યા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એરપોર્ટ ખાતે મીટિંગ કરશે. સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ હાજર રહેશે. કોઈ મહત્વના પ્રોજેક્ટનું ગુજરાતમાં આગમન થાય તેવી શક્યતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments