મુંબઈમાં આવેલ GSBના ગણપતિ પંડાલનો 267 કરોડનો વીમો, લાલબાગ ના રાજાનો વીમો 51 કરોડનો

0
0

ગણેશ ચતુર્થીને માત્ર 2 દિવસ રહ્યા છે ત્યારે દરેક જગ્યાએ ગણેશ ચતુર્થીને લગતી તૈયારીઓ જોરશોર થી ચાલી રહી છે. ત્યારે મુંબઈમાં આવેલ ગૌડ સારસ્વત બ્રાહ્મીન સેવા સમાજ (GSB) દ્વારા આયોજિત ગણેશ પંડાલમાં આ વખતે તેઓએ 267 કરોડ રૂપિયાનો વીમો ઉતરાવ્યો છે. સૂત્રો અનુસાર આ વખતે ગણેશજીને 20 કરોડ રૂપિયાના આભૂષણો પહેરવાના છે.

આ વીમા કવરમાં પંડાલ, આભૂષણ, મૂર્તિ ઉપરાંત સેવા આપતા સ્વયંસેવકો તથા કામ કરતા કામદારોનો આકસ્મિક વીમો કવર થાય છે. આ વીમાની રકમ ગતવર્ષ કરતા લગભગ 1.5 કરોડ વધુ છે.

GSB ઉપરાંત બીજા ઘણા મોટા પંડાલ દર વીમો કરાવતા હોય છે જેમાં આ વર્ષ લાલબાગના પંડાલનો તથા વડાલા મંડળનો વીમો અનુક્રમે 51 કરોડ તથા 55 કરોડનો ઉતારવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here