બિહાર : ઓડિયો વાઈરલ : લાલુએ જેલમાંથી જ ભાજપ ધારાસભ્ય લલન પાસવાનને ફોન કર્યો, 3 વખત કહ્યું- સ્પીકરની ચૂંટણીમાં એબ્સન્ટ થઈ જાઓ

0
22

બિહાર વિધાનસભામાં સ્પીકરપદ માટે આજે મતદાન થવાનું છે. આ પહેલાં RJDના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવનો એક ઓડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં લાલુ, પિરપૈતીથી ભાજપ ધારાસભ્ય લલન પાસવાન સાથે મોબાઈલ પર વાત કરી રહ્યા છે. લાલુ કહી રહ્યા છે કે વિધાનસભામાં સ્પીકરની ચૂંટણીના મતદાનમાં ગેરહાજર થઈ જાઓ. લાલુએ આ વાત 3 વખત કહી. સાથે જ કહ્યું, તને આગળ વધારીશું.

આખી વાતચીત જુઓ

સૌથી પહેલા લાલુના સહાયક-હેલો, પ્રણામ સર, ધારાસભ્યજી બોલી રહ્યા છે… ના તેમનો પીએ વાત કરું છું..
લાલુનો સહાયક- આપો, સાહેબ વાત કરશે. માનનીય લાલુ પ્રસાદ યાદવ…
ધારાસભ્યનો પીએ- હેલો, ક્યાંથી સર..
લાલુનો સહાયક- રાંચીથી, સાહેબ વાત કરશે.
લાલુ- હા,પાસવાનજી, શુભેચ્છાઓ..
પાસવાન- પ્રણામ, ચરણ સ્પર્શ..
લાલુ- હા. સાંભળો, અમે તમને આગળ પણ વધારીશું ત્યાં.. આવતીકાલે (25 નવેમ્બર)જે સ્પીકરની ચૂંટણી છે.. અમે તમને મંત્રી બનાવીશું. આવતીકાલે આમને(જેડીયુ-ભાજપ સરકાર)પાડી દઈશ..
પાસવાન- હું તો પાર્ટીમાં છું ને સર..
લાલુ- પાર્ટીમાં હોવ તો એબ્સન્ટ થઈ જાઓ.. કોરોના થઈ ગયો હતો.. સ્પીકર(આ વાત સ્પષ્ટ ન સંભળાઈ).. પછી તો જોયું જશે..
પાસવાન- પાર્ટીમાં છે સર, થોડુંક.. (ખચકાઈને)ઠીક છે સર..
લાલુ-એબ્સન્ટ થઈ જાઓ તમે, પાસવાનજી..
પાસવાન-ઠીક છે સર.. વાત કરીશું.
લાલુ- ઠીક છે.. એબ્સન્ટ થઈ જાઓ.
સ્પીકરપદ માટે ધારાસભ્યોની હોર્સ ટ્રેડિંગને ધ્યાનમાં રાખીને JDUએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. પાર્ટી અને સરકારની છાપને બચાવવા માટે સંસદીય કાર્યમંત્રી વિજય ચૌધરીને JDUના ધારાસભ્યો માટે વ્હિપ જાહેર કર્યું છે.

સુશીલ મોદીએ ટ્વીટમાં લાલુનો નંબર આપ્યો

સુશીલ મોદીએ ટ્વીટ કરીને કહ્યું, એક ખાસ નંબરથી NDAના ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ નંબર લાલુ યાદવનો છે અને જ્યારે તેમણે એ નંબર પર ફોન કર્યો તો લાલુ યાદવે રિસીવ કર્યો. ત્યારે સુશીલ મોદીએ લાલુને કહ્યું, તમે આ ગંદી રમત બંધ કરી દો. તમે ક્યારેય સફળ નહીં થાવ.

સુશીલ મોદીએ તેમના ટ્વીટમાં જે મોબાઈલ નંબર 8051216302નો ઉલ્લેખ કર્યો છે એને જ્યારે ‘ટ્રુ કોલર’ પર તપાસવામાં આવ્યો તો આ નંબર ઈરફાન રાંચી લાલુજી નામથી સેવ મળ્યો. ઈરફાન લાલુ પ્રસાદની અંગત વ્યક્તિ રહી ચૂક્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here