સુરત : પાંડેસરામાં જમીન દલાલની હત્યા, મારામારી બાદ પાવડા અને દંડા વડે પતાવી દેવાયો

0
5

શહેરના પાંડેસરા વિસ્તારમાં જમીન દલાલની હત્યા બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે. મોહનનગરમાં બનેલી ઘટના બાદ હત્યાને લઇ અનેક પ્રશ્નો ઉભા થયા છે. સામસામે થયેલી છુટ્ટાહાથની મારામારી બાદ મોહન નગરના સ્થાનિક યુવાનોએ રાજન નામના ઇસમ પર પાવડા અને દંડા વડે હુમલો કરી પતાવી દીધો હોવાનું જાણવા મળ્યું છે.

હત્યા કરી હત્યારાઓ ભાગી ગયા

સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજન રાજેસિંગ રાજપૂત (ઉ.વ. 36) બમરોલીની આશિષ નગરનો રહેવાસી હતો. જમીન કબજાના ગોરખધંધા સાથે સંકળાયેલો હતો. મોહન નગરમાં કબજાને લઈ સવારે માથાકૂટ થઈ હતી. ત્યારબાદ રાજનની નિર્મમ હત્યા કરી હત્યારાઓ ભાગી ગયા છે. જોકે, હત્યાની જાણ બાદ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

ખાલી પ્લોટ અને જમીનના કબજાને લઈ વિવાદ ચાલતો હતો

હત્યારા બાબતે કોઈ પણ બોલવા તૈયાર ન હોવાનું જાણવા મળ્યું છે. રાજન યુપીનો રહેવાસી અને આ વિસ્તારમાં માથાભારે છાપ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા બે વર્ષથી મોહન નગરમાં ખાલી પ્લોટ અને જમીનના કબજાને લઈ વિવાદમાં આવ્યા બાદ તેની હત્યા કરાઈ હોવાની ચર્ચાઓ બહાર આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here