આપણી તૈયારીની જમીન : ગેમ્સમાં બજરંગને બીજી અને વિનેશને ટોપ સીડ મળી

0
0

એક દાવના અસંખ્ય અભ્યાસથી કોચ ચકિત
બજરંગ પૂનિયા, ભારતીય કુસ્તીનો એ પહેલવાન જેને મેડલની ગેરંટી મનાય છે. પોતાની રમતમાં પ્રતિ વર્ષ સુધારો કરતા રહીને કુસ્તીની લગભગ દરેક સ્પર્ધાના પોડિયમ પર બજરંગનું નામ ગૂંજ્યું છે. એટલે સંભવિત મેડલ વિજેતાઓમાં બજરંગનું નામ સામેલ છે. 23 વર્ષના બજરંગને ટોક્યો ઓલિમ્પિકમાં બીજી સીડ મળી છે. રશિયામાં ટૂર્નામેન્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થવા છતાં બજરંગે વિશ્વાસ અપાવ્યો છે કે, મેડલ જીતીને તે પોતાના એ સ્વપ્નને સાકાર કરશે, જે તેણે 2007માં પ્રથમ વખત દંગલમાં ભાગ લેતા જોયું હતું. તેમના ભાઈ હરેન્દ્રના અનુસાર, 2015માં બજરંગે મોબાઈલ સ્ક્રીન પર ગોલ્ડ મેડલનો ફોટો મુક્યો છે, જે દરરોજ તેને ઓલિમ્પિકની યાદ અપાવે છે.

ઓલિમ્પિક માટે બજરંગ લગ્ન પછી પણ પત્નીથી દૂર રહે છે
બજરંગનું બાળપણ ગરીબીમાં પસાર થયું છે. પિતા બલવાન સિંહ પુત્રને 35 કિમી દૂર અખાડામાં ટ્રેનિંગ માટે લઈ જતા હતા. તે બસનું ભાડું બચાવીને સાઈકલ ચલાવતા હતા. થોડા દિવસ પછી બજરંગ પોતાનાથી વધુ વજનના પહેલવાનો સામે કુસ્તી જીતવા લાગ્યો. બજરંગ દ્વારા મીઠાઈ અને જંક ફૂડ છોડે દાયકાઓ થઈ ગયા છે. લગ્ન પછી સંગીતા ફોગાટ અને બજરંગ અલગ-અલગ છે, તે પણ ઓલિમ્પિકના સંકલ્પ માટે. બજંરગના અંગત કોચ શાકો બેન્ટિનિડિસના અનુસાર, બજરંગ લેગ ડિફેન્સ પર કામ કરી રહ્યો છે. તે દરેક દાવમાં ખુદને પરફેક્ટ બનાવવા અસંખ્ય વખત તેની પ્રેક્ટિસ કરે છે.

માતાએ કેન્સર વચ્ચે પુત્રીને તૈયાર કરી
ભણવામાં હોંશિયાર વિનેશે જ્યારે કુસ્તીમાં પગ મુક્યો તો મોટા પપ્પા મહાવીર ફોગાટે એટલું જ કહ્યું કે, 4 વર્ષ મહેનત કરીશ તો આજીવન સુખ ભોગવીશ. નહિંતર જિંદગીભર અફસોસ રહેશે. તાજેતરના 5 વર્ષમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલી સફળતા આ વાતને સાબિત કરે છે. એટલે જ તો તેને ગોલ્ડન ગર્લ કહે છે. વિનેશ દરેક કપરી પરિસ્થિતિમાં ખુદને વધુ મજબૂત સાબિત કરે છે. તેની પાછળ માતા પ્રેમલતાની હિંમત છે. વિનેશ જ્યારે માત્ર 9 વર્ષની હતી ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી દીધી. માતાને કેન્સર થયું, છતાં તેણે હિંમત હારી નહીં. જુસ્સો બતાવ્યો અને કેન્સરને હરાવવાની સાથે-સાથે પુત્રીને પણ રમત માટે તૈયાર કરી. ગામના લોકો કહેતા હતા કે, પિતા વગરની પુત્રી છે, લગ્ન કરાવી દો. જોકે, પ્રેમલતાએ નક્કી કર્યું કે, ગમે તે થાય પુત્રી જરૂર રમશે.

મોટા પપ્પાએ કહ્યું, મેડલ જીતશે તો જ સ્વાગત કરવા આવીશ
વિનેશે પોતાના મોટા પપ્પા મહાવીર ફોગાટની એક વાતને ધ્યાનમાં રાખી છે, જેમાં તેમણે કહ્યું હતું – ‘આમ તો દેશનો દરેક મેડલ જરૂરી છે, પરંતુ સ્વાગત ત્યારે જ કરીશ જ્યારે ઓલિમ્પિકમાં મેડલ જીતીશ’. વિનેશે પણ તેમને મેડલનો વિશ્વાસ અપાવ્યો છે. તેની રમત પ્રત્યેનો જુસ્સો એટલી હદનો છે કે, રિયો ઓલિમ્પિકમાં જ્યારે તેનો એન્કલ ઈજાગ્રસ્ત થયો ત્યારે દરેકે આશંકા વ્યક્ત કરી હતી કે વિનેશની કારકિર્દી સમાપ્ત. જોકે, વિનેશે હોસ્પિટલમાં જ જાહેરાત કરી દીધી હતી કે, તે ફરીથી રમશે અને જીતશે. તેણે ઝડપી રિકવરી મેળવી અને કોમનવેલ્થ-એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here