ચંદ્રયાન 2: લેન્ડર વિક્રમને બેઠું કરવામાં લાગ્યું NASA, મોકલી રહ્યું છે સંદેશા

0
40

ભારતના ચંદ્રયાન-2 (chandrayaan2) મિશન હજુ ખતમ નથી થયું. ઇસરોના વૈજ્ઞાનિકોએ લેન્ડર વિક્રમ (lander vikram)ને ફરી કાર્યરત કરવા માટે તમામ તાકાત લગાવી દીધી છે. હવે આ અભિયાનમાં દુનિયાની સૌથી મોટું સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (NASA) પણ જોડાઈ ગઈ છે. અંગ્રેજી અખબાર ‘ધ ટાઇમ્સ ઓફ ઈન્ડિયા’ મુજબ, લેન્ડર વિક્રમને નાસા પણ સંદેશ મોકલી રહ્યું છે. પરંતુ હજુ સુધી આ કોમ્યુનિકેશન એક તરફી જ રહ્યું છે. એટલે કે લેન્ડર વિક્રમ તરફથી કોઈ જવાબ નથી મળી રહ્યો.

NASA મોકલી રહ્યું છે સંદેશ

NASAની જેટ પ્રોપલશન લેબોરેટરી (NASA/JPL)એ લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવા માટે રેડિયો ફ્રીકવન્સી મોકલી છે. નાસા આ કામ ડીપ સ્પેસ નેટવર્ક (DSN)ના માધ્યમથી કરી રહ્યું છે. અમેરિકાના એક એસ્ટ્રોનોટ સ્કોટ ટિલે પણ આ વાતની પુષ્ટિ કરી છે કે નાસાએ કેલિફોર્નિયા સ્થિત DSN સ્ટેશનથી લેન્ડર વિક્રમને રેડિયો ફ્રીકવન્સી મોકલી છે. તેઓએ સિગ્નલને રેકોર્ડ કરી ટ્વિટર પર શેર કરી છે.

નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના ચંદ્રયાન-2 મિશનના નાસાએ વખાણ કર્યા હતા. નાસાએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, અંતરિક્ષમાં શોધ કરવી મુશ્કેલ કામ છે. અમે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઇસરોના ચંદ્રયાન-2ને ઉતારવાના પ્રયાસને બિરદાવીએ છીએ.

મુશ્કેલમાં મિશન

ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ સાથે શનિવારે સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદથી અત્યાર સુધી 6 દિવસ પસાર થઈ ચૂક્યા છે. પરંતુ હજુ સુધી ચંદ્રની સપાટીથી કોઈ સારા સમાચાર નથી આવ્યા. આ મિશનને પૂરું કરવા માટે ઇસરોના વૈજ્ઞાનિકો પાસે હવે માત્ર 9 દિવસનો સમય બચ્યો છે. 21 સપ્ટેમ્બર સુધી જ તેઓ લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરી શકે છે. ત્યારબાદ લૂનર નાઇટની શરૂઆત થઈ જશે. જ્યાં સ્થિતિ બિલકુલ બદલાઈ જશે. 14 દિવસ સુધી જ વિક્રમને સૂરજનો પ્રકાશ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here