અમદાવાદ : મકાન માલિકની હાઈકોર્ટમાં ફરજ બજાવતા અધિકારીને હાથ પગતોડી નાંખી નોકરીમાંથી સસ્પેન્ડ કરાવવાની ધમકી

0
0

જમાલપુરમાં રહેતા અને ગુજરાત હાઈકોર્ટમાં પ્રિન્સિપલ પ્રાઈવેટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા કલાસ વન ઓફિસર કાઝીમઅલી કબીરૂદ્દીન સૈયદ સાથે બોલાચાલી અને ઝઘડો કરી તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરાવી હાથ પગ તોડી નાંખવાની ધમકી આપવામાં આવી છે. જમાલપુરમાં રહેતા કુતમુદ્દીન અજીમુદ્દીન સૈયદ નામના મકાન માલિકે કાઝીમઅલી કબીરૂદ્દીન સૈયદને પોતાનું મકાન ખરીદી લેવા દબાણ કર્યું હતું. મકાનની જરૂર ન હોવાનું કહી અધિકારીએ મકાન ખરીદવાની ના પાડી હતી. આથી ઉશ્કેરાયેલા શખ્સે ધમકી આપતા ઝઘડો થયો હતો. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 

તું મારું મકાન નહી ખરીદે તો તારા હાથ પગ તોડાવી નાંખીશ
જમાલપુરના રાયખડમાં નાડાવાલાની ખડકીમાં રહેતાં કાઝીમઅલી કબીરૂદ્દીન સૈયદ ગુજરાત હાઈકોર્ટેમાં છેલ્લા 29 વર્ષથી ફરજ બજાવે છે. શનિવારે બપોરે ઓફીસમાં રજા હોવાથી કાઝીમઅલી ઘરે પત્ની અને પુત્ર સાથે હાજર હતા. બપોરે ત્રણ વાગ્યે તેમના દરવાજા પાસે કુતમુદ્દીન અજીમુદ્દીન સૈયદ આવ્યા હતા. જેઓ કાઝીમઅલીના ભોંયતળિયે આવેલા મકાનના માલિક છે. કુતમુદ્દીને તમે મારું મકાન ખરીદી લો તેમ જણાવતા કાઝીમઅલીએ મારો પરિવાર નાનો છે. મારે મકાન ખરીદવું નથી. આથી ઉશ્કેરાયેલા કુતમુદ્દીને બોલાચાલી, ઝઘડો કરી બિભત્સ શબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. આરોપીએ આ મકાન તમારા વગર કોઈ ખરીદશે નહીં તો તમારે જ લેવુ પડશે. બાદમાં આરોપીએ ધમકી આપી હતી કે તને સરકારી નોકરીમાંથી સસ્પેન્ડ કરાવી દઈશ. પછી પણ તું મારું મકાન નહી ખરીદે તો તારા હાથ પગ તોડાવી નાંખીશ. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here