મ્યાનમારમાં ભૂસ્ખલન : ભારે વરસાદના કારણે ખાણમાં ભૂસખ્લન, 110ના મોત; ઘણા મજૂરો દબાયા હોવાની શકયતા

0
3

યંગૂન. મ્યાનમારના કચિન પ્રાંતમાં એક ખાણમાં ભારે વરસાદના કારણે ગુરુવારે સવારે 8 વાગે ભૂસ્ખલન થયું હતું. તેમાં 110 લોકોના મોત થયા છે. હજુ પણ ઘણા મજૂરો દબાયેલા હોવાની  શકયતા છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, 250 ફીટની ઉંચાઈ પર જ્યારે મજૂરો કામ કરતા હતા ત્યારે આ ઘટના બની હતી. તેમાંથી કેટલાક મજૂરોના મોત ડૂબવાથી થયા હતા. કારણ કે ખાણની નજીક પાણી ભરાઈ ગયું હતું. વાઈ ખાર જિલ્લાના પ્રશાસક યૂ ક્વો મિને જણાવ્યું કે આ ઘટનામાં લગભગ 200 લોકોના મોતની શકયતા છે. આ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદ થઈ રહ્યો છે. મિનનું કહેવું છે કે ભારે વરસાદના કારણે રાહત કાર્યમાં મુશ્કેલી આવી રહી છે.

ગત વર્ષે ભૂસ્ખલનમાં 59 લોકોના મોત થયા હતા

ગત વર્ષે ઓગસ્ટમાં દક્ષિણ-પૂર્વી મ્યાનમારમાં ભૂસ્ખલન થયું હતું. તેમાં 59 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટના પણ ભારે વરસાદને કારણે થઈ હતી. તે સમયે પુર અને વરસાદને કારણે 80 હજાર લોકો ઘર વગરના બન્યા હતા.