Tuesday, September 21, 2021
Homeરાયગઢમાં ભૂસ્ખલન : દુર્ઘટનામાં ગામના 85 જેટલા લોકો દટાઈ ગયા, 53 મૃતદેહ...
Array

રાયગઢમાં ભૂસ્ખલન : દુર્ઘટનામાં ગામના 85 જેટલા લોકો દટાઈ ગયા, 53 મૃતદેહ કાઢવામાં આવ્યા

મહારાષ્ટ્રના રાયગઢ જીલ્લામાં મહાડ તાલુકાનાં તલીયે ગામમાં 22 જુલાઈની સાંજે 5 વાગે થયેલ ભૂસ્ખલનના 45 ઘર જમીનદોસ્ત થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ગામના લગભગ 85 જેટલા લોકો દટાઈ ગયા હતા, જેમાંથી 53 લોકોના મૃતદેહ સોમવારે સવાર સુધીમાં બહાર કાઢવામાં આવ્યા છે. 23 જેટલા લોકો હજી પણ દટાયા છે. તેમાં અનેક બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. કાટમાળ હટાવ્યા બાદNDRF, SDRF અને TDRFની ટીમો સતત બચાવ કાર્ય કરી રહી છે.

NDRF મુજબ, રવિવારે અહીંથી 11 મૃતદેહ કાઢવામાં આવ્યા હતા. તલીયે ગામના સરપંચ સંપત ચાડેકરે કહ્યું કે હવે કાટમાળમાં દટાયેલાં બાકીના અન્ય લોકોની જીવિત હોવાની આશા ન બરાબર છે. જે મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે તે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. તેણે જોઈને પણ પરિવારજા લોકો વિચલિત થઈ રહ્યા છે. માટે ગામના લોકોએ રવિવારે મિટિંગમાં નક્કી કર્યું હતું કે હવે કાટમાળમાં દટાયેલાં 32 લોકોના મૃતદેહ નહીં કાઢવા દેવામાં આવે. દુર્ઘટના વાળી જગ્યાએ ક તેમના સાંકેતિક અંતિમ સંસ્કાર કરી દેવામાં આવશે.

આ તસવીર રાયગઢ જિલ્લાના મહાડ તાલુકાના તલીયે ગામની છે. NDRF, SDRF અને TDRFની ટીમો અહીં કાટમાળ હટાવવા માટે સતત કામ કરી રહી છે.
આ તસવીર રાયગઢ જિલ્લાના મહાડ તાલુકાના તલીયે ગામની છે. NDRF, SDRF અને TDRFની ટીમો અહીં કાટમાળ હટાવવા માટે સતત કામ કરી રહી છે.

સહાયને લઈને લેખિતમાં આશ્વાસન માંગે છે ગ્રામજનો
સંપત ચાડેકરે વધુમાં જણાવ્યુ હતું કે ગ્રામજનોનું માનવું છે કે જો મૃતદેહોને બહાર કાઢવામાં આવશે તો તેમણે સહાય નહીં મળે. એવામાં તંત્ર અમને લેખિતમાં આપે કે મૃતદેહ નહીં મળવા બાબતે પણ પરિવારના લોકોને સહાય આપવામાં આવશે.

ભારે વરસાદને કારણે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારે વરસાદને કારણે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

જિલ્લા તંત્ર માટે સરળ નથી ગ્રામજનોની વાતને માનવી
ગ્રામજનોની આ માંગ બાબતે જીલાધિકારી નિધિ ચૌધરીએ જણાવ્યુ હતું કે, આ જિલ્લા તંત્ર માટે સરળ નિર્ણય નથી. સ્થાનિક લોકો ઈચ્છે છે કે અમે ઓપરેશન કરી અટકાવી દઈએ અને કાટમાળમાં દટાયેલાં લોકોને મરુત જાહેર કરી દઈએ. પરંતુ જિલ્લા ડિઝાસ્ટરની ટિમ છેલ્લા મૃતદેહ મળે ત્યાં સુધી ઓપરેશન ચાલુ રખવા માંગે છે. એવું ઘણી વખત બન્યું છે કે કાટમાળમાં ઘણા દિવસો બાદ પણ કોઈ વ્યક્તિ જીવતી મળે છે.

નિધિ ચૌધરીએ વધુમાં અજનવ્યું હતું કે, મેં તેમણે સમજાવવાના પ્રયાસ કર્યા કે તેઓ આ ઓપરેશનને ચાલવા દે, પરંતુ તેઓ ઈચ્છે છે કે અમે તેણે અટકાવી દઈએ. અમે તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડવા નથી માંગતા.

પોતાનાને ગુમાવ્યા બાદ 5 દિવસથી રડી રડીને પરિવારની હાલત ખરાબ છે.
પોતાનાને ગુમાવ્યા બાદ 5 દિવસથી રડી રડીને પરિવારની હાલત ખરાબ છે.

લેખિતમાં સંમતિ બાદ જ તંત્ર અટકવાશે રેસ્ક્યૂ ઓપરેશન
રવિવારની સાંજે સ્થાનિક ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, NDRF, SDRF અને TDRFની ટીમો સાથે તલીયે ગામના કેટલાક લોકોએ વાતચીત કરી હતી. લગભગ બે કલાકની મિટિંગ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતીઓ કે ગુમ થયેલ લોકોના પરિવારજનોની સત્તાવાર રીતે લેખિતમાં સંમતિ મળ્યા બાદ જ ઓપરેશનને બંધ કરવામાં આવશે. જ્યાં સુધી લેખિતમાં સંમતિ નથી મળતી તંત્ર ત્યાં સુધી પ્રયાસો ચાલુ રાખશે. સંમતિ પત્ર મળ્યા બાદ જ તંત્ર દરેકના મૃત થયાનું સર્ટિફિકેટ જાહેર કરશે.

કાટમાળની નીચે ફસાયેલી એક વૃદ્ધ મહિલાને સુરક્ષિત બહાર કાઢી હતી.
કાટમાળની નીચે ફસાયેલી એક વૃદ્ધ મહિલાને સુરક્ષિત બહાર કાઢી હતી.

જો એક પણ સભ્યએ વાંધો ઉઠાવ્યો તો ઓપરેશન ચાલુ રહેશે: જિલ્લા મેજિસ્ટ્રેટ
આ બાબતે સ્થાનિક ધારાસભ્ય ગોગાવલેએ જણાવ્યું હતું કે સોમવારે બીજી બેઠક યોજાશે અને સબંધીઓના સંમતિ પત્રો વહિવટી તંત્રને સોંપવામાં આવશે. જિલ્લા કલેકટરે કહ્યું, ‘જો પરિવારનો એક પણ સભ્ય વાંધો ઉઠાવશે તો ઓપરેશન ચાલુ જ રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments