કેરળમાં ભૂસ્ખલનના કારણે 7 લોકોના મોત, 60થી વધુ દબાયા હોવાની આશંકા

0
7

કેરળનાં ઈડુક્કી જિલ્લાનાં રાજમાલા વિસ્તારમાં એક દર્દનાક દુર્ઘટના થવા પામી છે. રાજ્યમાં પડી રહેલા ધાધમાર વરસાદને પગલે ભૂસ્ખલન થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 7 લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં 80 શ્રમિકો ગુમ થયા હોવાનું અનુમાન છે. તેમાંથી રાહત કર્મીઓ દ્વારા 7ના મૃતદેહો અને 10 લોકોને જીવતા બહાર કઢાયા હતા,

જે જગ્યાએ ભૂસ્ખલન થયુ છે, ત્યાં ચાના બગીચાઓમાં કામ કરનારા મજૂરો રહેતા હતા. આ જગ્યાએ મજૂરોની મોટી કોલોની હતી. ભૂસ્ખલનનો એક મોટો ભાગ આ કોલોનીના ઘરો ઉપર પડ્યો હતો. જેમાં બધા દબાઈ ગયા હતા. મોટા ભાગના મજૂરો તમિલનાડુના રહેવાસી હતા જે અહિયા રહીને મજૂરી કરી રહ્યા હતા.

કેરળના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવુ છે કે, એક મોબાઈલ મેડિકલ ટીમ અને 15 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. તેમજ પોલિસ, અગ્નિ, વન અને મહેસૂલ વિભાગનાં અધિકારીઓનેપણ બચાવ કામગીરી તેજ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.