Friday, May 23, 2025
HomeNATIONALNATIONAL : બદ્રીનાથ નેશનલ હાઈવે પર ટનલની ઉપર ભૂસ્ખલન, આખો પહાડ આવ્યો...

NATIONAL : બદ્રીનાથ નેશનલ હાઈવે પર ટનલની ઉપર ભૂસ્ખલન, આખો પહાડ આવ્યો નીચે, દ્રશ્ય જોઈને ચોંકી જશો

- Advertisement -

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના પાતાળ ગંગા વિસ્તારમાં મોટા ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. આ ભૂસ્ખલનની ઘટના પાતાળ ગંગામાં બદ્રીનાથ નેશનલ હાઈવે પર ટનલની ઉપર બની હતી. ભૂસ્ખલનનો વીડિયો ચોંકાવનારો છે. વીડિયોમાં પહાડનો મોટો ભાગ તૂટીને નીચે આવી રહ્યો છે. રોડનો મોટો ભાગ તેની ઝપેટમાં આવી ગયો હતો. ભૂસ્ખલન બાદ રસ્તાના મોટા ભાગ પર માત્ર ધૂળના વાદળો જ દેખાતા હતા. સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

જોશીમઠ બદ્રીનાથ હાઈવે બંધ કરવો પડ્યો. અગાઉ પણ ચોમાસા દરમિયાન ભૂસ્ખલનની ઘણી ઘટનાઓ નોંધાઈ છે. ચોમાસા દરમિયાન ઘણા પહાડોમાં તિરાડ જોવા મળે છે. ઉત્તરાખંડમાં ચોમાસું બરાબર જામ્યું છે. અને વરસાદ પડી રહ્યો છે. નદીઓ બે કાંઠે વહી રહીછે. અને છેલ્લા ઘણા દિવસોથી, ભૂસ્ખલન અને કાટમાળને કારણે રાજ્યભરમાં સેંકડો રસ્તાઓ બંધ થઈ ગયા છે. ભારે વરસાદના કારણે મુશ્કેલીઓ વધી શકે છે.

પહાડી વિસ્તારો ઉપરાંત મેદાની વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. કુમાઉથી ગઢવાલ સુધી દરેક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના એલર્ટને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે, કારણ કે આ પહેલા જે પ્રકારનો ચોમાસાનો વરસાદ વરસી રહ્યો છે તે ઉત્તરાખંડ માટે કોઈપણ રીતે સારો રહ્યો નથી. આ જ કારણ છે કે રાજ્ય સરકારથી લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સુધી તમામ લોકો એલર્ટ મોડ પર છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular