Sunday, September 19, 2021
Homeકોરોનાના જોખમ વચ્ચે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હરિદ્વારમાં ઉમટી પડ્યા, લોકો ગંગા સ્નાનનો...
Array

કોરોનાના જોખમ વચ્ચે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હરિદ્વારમાં ઉમટી પડ્યા, લોકો ગંગા સ્નાનનો લઈ રહ્યા છે લાભ

આજે વૈશાખીનો તહેવાર છે. મેષ સંક્રાંતિ નિમિત્તે આજે ગંગામાં ડૂબકી લગાવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હરિદ્વારમાં ઉમટી પડ્યા છે. સવારથી જ લોકો ગંગા સ્નાનનો લાભ લઈ રહ્યા છે અને સામાન્ય લોકો સ્નાન કરી લે ત્યાર બાદ તમામ અખાડાના સંતો શાહી સ્નાન કરશે. એક તરફ દેશ કોરોનાની પ્રચંડ લહેરનો સામનો કરી રહ્યો છે ત્યારે હરિદ્વારના હર કી પૌડી ખાતે આસ્થાનો મેળાવડો જામ્યો છે.

હરિદ્વારમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હરિદ્વારમાં કોરોનાના નવા 594 કેસ નોંધાયા હતા. આ કારણે શ્રદ્ધાળુઓની જે ભીડ જામી રહી છે તેને લઈ સતત ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અનેક પ્રકારની ગાઈડલાઈન્સનું પાલન કરવાના નિર્દેશ વચ્ચે સામે આવી રહેલી તસવીરો જોઈને કોરોના પ્રોટોકોલ્સની અવગણના થઈ રહી હોવાનું સમજાઈ રહ્યું છે.

કુંભ મેળાના આઈજી સંજય ગુંજ્યાલે જણાવ્યું કે, ચારેય શાહી સ્નાન અને કુંભના 11 સ્નાનમાં વૈશાખીનું સ્નાન સૌથી મહત્વનું છે. સેટેલાઈટ તસવીરોના અહેવાલ પ્રમાણે 2010માં વૈશાખીના સ્નાનમાં 1.60 કરોડ લોકો ઉમટ્યા હતા. પરંતુ આ વખતે આશરે 6 લાખ જેટલા લોકોએ સ્નાન કર્યું છે.

ન માસ્ક, ન સોશિયલ ડિસ્ટન્સિંગ

શાહી સ્નાન દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. કોરોના પ્રોટોકોલનું પાલન કરાવવામાં પ્રશાસન પણ લાચાર થઈ ગયું છે. જો કે, ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતના કહેવા પ્રમાણે મા ગંગાના આશીર્વાદથી ત્યાં કોરોના નહીં ફેલાય.

મરકજ સાથે કુંભની તુલના અયોગ્ય

તીરથ સિંહ રાવતે જણાવ્યું કે, કુંભની તુલના મરકજ સાથે ન કરી શકાય. મરકજ બંધ કમરામાં હતું જેથી કોરોના ફેલાયો. કુંભ ખુલ્લામાં હોવાથી કોરોના નહીં ફેલાય. મા ગંગાની અવિરત ધારા છે, મા ગંગાના આશીર્વાદ લઈને જઈશું તો કોરોના નહીં ફેલાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments