દહેગામ : ફાયર બ્રિગેડ ની બાજુમાં આવેલ મુખ્ય માર્ગ પર મોટા મોટા ખાડા અને પાણી ભરાઈ રહેતા વાહનચાલકો પરેશાન.

0
0

 

દહેગામ ફાયર બ્રિગેડ પાસે આવેલ મુખ્ય માર્ગ ઉપર મોટા મોટા ખાડા અને ગંદકીથી ત્રાહિમામ પોકારતી જનતા.
નગરપાલિકા તંત્ર દ્વારા તકેદારીના પગલાં ભરવામાં આવે તેવી લોક લાગણી પ્રબળ બની.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં આવેલ ફાયર બ્રિગેડની બાજુમાં આવેલ શાસ્ત્રી નગર સોસાયટીની આગળ આવેલ મુખ્ય માર્ગો પર મોટા ખાડા અને ગંદકી તેમજ આ ખાડામાં પાણી ભરાઈ રહેતા અસંખ્ય વાહનચાલકો રોજના પરેશાનીનો સામનો કરી રહ્યા છે. કેટલાક બાઈક ચાલકો આ ખાડામાં ફસાઈ જતાં તેમને ધક્કો મારીને બહાર કાઢવાનો સમય આવી ગયો છે. છેલ્લા ઘણા સમયથી આ રસ્તો બિસ્માર બની જવા પામેલ છે. તો નગરપાલિકા તંત્ર જાગૃત બનીને તાત્કાલિક તકેદારીના પગલાં ભરે તેવી જનતાની માંગ ઊભી થવા પામી છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here