સુરત : મોટા વરાછા અને સિમાડા વિસ્તારમાં સંક્રમણ રોકવા માટે વીક એન્ડમાં નાકાબંધી કરવામાં આવશે

0
10

શહેરના રાંદેર અને અઠવા ઝોનમાં કોરોના સંક્રમણ રોકવા માટે વીક એન્ડમાં મોલ અને મોટી દુકાનો સાથે ડુમસ બીચ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેવી જ રીતે હવે વરાછા ઝોનમાં મોટા વરાછા અને સિમાડા વિસ્તારમાં સંક્રમણ રોકવા માટે વીક એન્ડમાં નાકાબંધી કરવામાં આવશે.

વીક એન્ડમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ વિના ભેગા થઈ રહ્યા હોવાનું બહાર આવ્યું

વરાછા ઝોનમાં સિમાડા અને મોટા વરાછા ઝોનમાં કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે તેનું કારણ વીક એન્ડમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ વિના ભેગા થઈ રહ્યાં છે તે બહાર આવ્યું છે. મોટા વરાછા અને સિમાડા વિસ્તારમાં લોકોના મેળાવડા ભેગા થતાં હોય પાલિકાની તાકીદ છતાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. જેને ધ્યાનમાં રાખીને જે વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં શનિ રવિના દિવસોમાં ભેગા થતાં હોય નાકાબંધી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

હોમ ક્વોરન્ટીનના ભંગના કિસ્સા વધ્યા

આ ઉપરાત વરાછા બી ઝોનમાં સિમાડા વિસ્તારની જુદી જુદી સોસાયટીમાં સંક્રમણના કારણે બે પરિવારને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા પરંતુ પાલિકા તંત્રએ ચકાસણી કરતાં તેઓ પોતાના ઘરમાં માલુમ પડયા ન હતા અને વતન જતાં રહ્યાં હતા. આવા કિસ્સામાં સંક્રમણ ફેલાઈ તેમ હોવાથી પાલિકાતંત્રએ આ પરિવાર સામે એપેડેમિક એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવાની કવાયત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here