Tuesday, September 21, 2021
Homeલેસરથી કોરોનાનો નાશ : 50 મિલી સેકન્ડમાં કોરોનાવાઈરસ નષ્ટ થઈ જશે
Array

લેસરથી કોરોનાનો નાશ : 50 મિલી સેકન્ડમાં કોરોનાવાઈરસ નષ્ટ થઈ જશે

વિશ્વમાં દોઢ વર્ષની અંદર ઝડપથી ફેલાયેલા કોરોનાવાઈરસના એક તરફ જ્યાં દરરોજ નવા વેરિઅન્ટ જોવા મળે છે, તો બીજી તરફ સાયન્ટિસ્ટ તેને નાશ કરવા માટે નવી પદ્ધતિ શોધી રહ્યા છે.

ઈટાલીમાં હવે એક એવું ડિવાઈસ બનાવવામાં આવ્યું છે જેના વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે કોરોનાવાઈરસને નષ્ટ કરી શકે છે. આ લેસર ડિવાઈસ ચાર દિવાલની અંદર રહેલા કોરોનાવાઈરસના કણોને મારી શકે છે.

આ ડિવાઈસને સંયુક્ત રાષ્ટ્રના વૈજ્ઞાનિકોએ ઈટાલીની ટેક કંપનીના વૈજ્ઞાનિકોની સાથે મળીને બનાવ્યું છે. ઉત્તરી ઇટાલી શહેરમાં ટ્રિસ્ટેમાં ઈન્ટરનેશનલ સેન્ટર ફોર જિનેટિક એન્જિનિયરિંગ એન્ડ બાયોટેક્નોલોજી અને લેસર ડિવાઈસ બનાવતી સ્થાનિક કંપની એલ્ટેક કે-લેસરે મળીને આ પ્રયાસ ગયા વર્ષે શરૂ કર્યો હતો, જ્યારે ઈટાલી કોવિડ-19નો સામનો કરી રહ્યું હતું.

એલ્ટેક કંપનીના ફાઉન્ડર ફ્રેન્ચેસ્કો ઝનાટા છે. તેમની કંપની મેડિકલ ફિલ્ડમાં ઉપયોગમાં આવતી લેસર પ્રોડક્ટ બનાવે છે.

50 મિલીસેકન્ડમાં વાઈરસને નષ્ટ કરી દે છે
ડિવાઇસમાંની હવા લેસર બીમમાંથી પસાર થાય છે અને તે વાઈરસ અને બેક્ટેરિયાને નષ્ટ કરી નાખે છે. ઈન્ટરનેશનલ સેન્ટર ફોર જિનેટિક એન્જિનિયરિંગ એન્ડ બાયોટેક્નોલોજીમાં કાર્ડિયોવાસ્ક્યુલર બાયોલોજી ગ્રુપના પ્રમુખ સેરેના ઝકીન્યા કહે છે, આ ડિવાઈસે લેસર ટેક્નોલોજીને લઈને મારો વિચાર સંપૂર્ણપણે બદલી નાખ્યો છે. આ ડિવાઈસ 50 મિલીસેકન્ડમાં વાઈરસને નષ્ટ કરી દે છે.

કોવિડ-19 મહામારી દરમિયાન ચાર દિવાલની અંદરની જગ્યાઓને સંક્રમણ મુક્ત રાખવી એક મોટો પડકાર સાબિત થયો છે. આ મહામારીને ફેલાતી અટકાવવા માટે અંદર વાઈરસ-મુક્ત વાતાવરણ એક આવશ્યક બન્યું છે.

ડિવાઈસને લઈને સવાલ ઉઠી રહ્યા છે
આ ડિવાઈસને લઈને ઘણા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કોરોનાવાઈરસને મારવા માટે લેસર આધારિત ટેક્નિક સુરક્ષિત નથી. જર્નલ ઓફ ફોટોકેમિસ્ટ્કી એન્ડ ફોટોબાયોલોજીમાં ગત વર્ષે નવેમ્બરમાં પબ્લિશ થયેલી એક સ્ટડીમાં લેસર આધારિત ડિવાઈસને કેન્સરનું જોખમ ગણાવવામાં આવ્યું હતું.

બનાવનાર લોકોનું કહેવું છે કે ડિવાઈસ સંપૂર્ણ રીતે સુરક્ષિત
ઝનાટા અને ઝકીન્યા બંનેએ આ પ્રકારના રિપોર્ટને નકારી કાઢ્યો છે. તેમનું માનવું છે કે, તેનાથી નીકળતા લેસર ક્યારેય મનુષ્યની ત્વચાના સંપર્કમાં નથી આવતા, તેથી તેનાથી કેન્સરનું જોખમ નથી. તેમને એમ પણ કહ્યું કે, આ ડિવાઈસ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તે સિવાય તે રિસાઈકલ પ્રોડક્ટ છે. ઝનાટાએ જણાવ્યું કે, અમારું ડિવાઈસ પ્રકૃતિની વિરુદ્ધ પ્રકૃતિનો ઉપયોગ કરે છે.

ડિવાઈસને ક્યાંય પણ લઈ જવું સરળ
કંપનીને આ ડિવાઈસની પેટન્ટ મળી ગઈ છે. કંપનીનો પ્રયાસ છે કે, આ ડિવાઈસ ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર લઈ જવામાં આવશે. તેમજ તેના નાના આકારના કારણે તેને ક્યાંય પણ લઈ જવું સરળ છે. તેની ઉંચાઈ પાંચ ફૂટ 9 ઈંચ અને વજન લગભગ 25 કિલોગ્રામ છે. કંપનીનું કહેવું છે કે, તેને એરકન્ડિશનિંગ યુનિટમાં પણ લગાવી શકાય છે.

ડિવાઈસની કેટલીક ખામીઓ પણ છે
આ ટેક્નિકની એક ખામી એ છે કે વાઈરસ અને બેક્ટેરિયાને હવામાં જ નષ્ટ કરી શકાય છે. પરંતુ તે હવાથી સપાટી અથવા કોઈ અન્ય સપાટી પર પડી જાય છે તો લેસર કામ નહીં કરે. તે સિવાય જો વાઈરસ છીંકવાથી અથવા વાત કરતી વખતે બીજી વ્યક્તિ સુધી પહોંચશે તો આ લેસર કામ કરશે નહીં.

જર્મની અને UAEના માર્કેટ માટે લાયસન્સ મળવાનું બાકી
કંપનીને ગ્રાહકો મળવા પણ લાગ્યા છે. ડિવાઈસમાં રસ દાખવતી જર્મનીની ઈકોકેર કંપની સામેલ છે, જે વેક્સિનેશનના ટેસ્ટિંગ ક્ષેત્રમાં કામ કરે છે. ઈકોકેરના પ્રવક્તાએ જણાવ્યું, અમારી કંપની જર્મની અને UAEના માર્કેટ માટે આ ડિવાઈસનું લાઈસન્સ લેવા માગે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments