લસિથ મલિંગાએ ટી-20 ક્રિકેટમાં રચ્યો નવો ઈતિહાસ, ન્યૂઝીલેન્ડ સામે બનાવ્યો અનોખો રેકોર્ડ

0
0

શ્રીલંકા ક્રિકેટ ટીમના કેપ્ટન લસિથ મલિંગાએ ન્યૂઝીલેન્ડની વિરૂદ્ધ 3 મેચમાં ટી-20 સીરીઝની છેલ્લી મેચમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. મલિંગાએ ટી-20 ક્રિકેટમાં સૌપ્રથમ વખત 4 બોલ પર 4 વિકેટ લીધી છે. તેમાં હેટ્રિક વિકેટ પણ સામેલ છે.

વન-ડે ક્રિકેટમાં મલિંગા 2007માં પહેલા પણ આ કમાલ કરી ચૂક્યા છે. તે વન-ડે ક્રિકેટના એકમાત્ર બોલર છે, જેમને 4 બોલ પર 4 વિકેટ લીધી હતી. હવે એક વખત ફરીથી તેમને આ કમાલ ટી-20 ક્રિકેટમાં કરી બતાવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે વખત હેટ્રિક વિકેટ લેનારા બોલર હવે મલિંગા બની ગયા છે. આ બીજી તક હતી જ્યારે તેમને ટી-20 ક્રિકેટમાં હેટ્રિક વિકેટ લીધી, લસિથ મલિંગા ટી-20 ક્રિકેટમાં 100 વિકેટ લેનારા પ્રથમ બોલર પણ બની ગયા છે.

મલિંગાએ ન્યૂઝીલેન્ડના આ 4 બેટ્સમેનને પોતાના શિકાર બનાવ્યા, તેમને ન્યૂઝીલેન્ડની ઈનિંગમાં ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર કોલિન મુનરોને 12 રન પર બોલ્ડ કર્યા, ત્યારબાદ ચોથા બોલ પર તેમને જેમ્સ રદરફોર્ડને 0 રન પર LBW આઉટ કરી દીધા, ત્રીજી વિકેટ તેમને ગ્રેન્ડ હોમની લીધી. ગ્રેન્ડ હોમને તેમને 0 રન પર બોલ્ડ કર્યા અને ચોથો શિકાર તેમને રોલ ટેલરને બનાવ્યો, ટેલરને તેમને 0 રન પર LBW આઉટ કરી દીધા.

આ મેચમાં મલિંગાએ તેમનો પાંચમો શિકાર ટિમ સાઈફર્ટને બનાવ્યો, તેમને ટિમને 8 રન પર કેચ આઉટ કરાવી દીધા, તેમને 4 ઓવરમાં 6 રન આપીને 5 વિકેટ લીધી. આ સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લસિથ મલિંગાએ 5મી વખત હેટ્રિક વિકેટ લીધી.

તેમને વન-ડેમાં આ કમાલ 3 વખત કર્યો હતો, જ્યારે ટી-20માં બીજી વખત તેમને આ કમાલ કર્યો છે. મલિંગાએ સૌથી વધારે હેટ્રિક લેવાના મામલે વસીમ અકરમને પાછળ છોડી દીધા છે. વસીમ અકરમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 4 વખત હેટ્રિક વિકેટ લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here