લાઠી : શાખપુર ગામ ના ૨૦૦ થી ૩૦૦ ખેડૂતો દ્વારા આગામી તારીખ ૧૬ ના રોજ થી પ્રાંત કચેરી ખાતે ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી

0
71

લાઠી તાલુકા ના શાખપુર ના ખેડૂતો એ સુત્રોચાર સાથે લાઠી તાલુકા મામલતદાર શ્રી મણાત સાહેબ ને પાકવીમો ક્રોપકટીંગ પ્રમાણે દિન આઠ માં ચૂકવી આપો ની બુલંદ માંગ કરી

લાઠી તાલુકા ના શાખપુર ગામ ના ૨૦૦ થી ૩૦૦ ખેડૂતો દ્વારા લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનક તળાવિયા ની આગેવાની મા લાઠી તાલુકા ને વહેલા માં વહેલી તકે પાક વિમો ચૂકવવામાં નહિ આવે તો આગામી તારીખ ૧૬ ના રોજ થી પ્રાંત કચેરી ખાતે ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી આપી હતી.
લાઠી મામલતદાર શ્રી ની કચેરી ખાતે લાઠી તાલુકા ના શાખપુર થી મોટી સંખ્યા માં ખેડૂતો એ ખેડૂતો ને ન્યાય આપો ન્યાય આપો ના સુત્રોચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું અને વહેલી તકે પાક વીમો ચૂકવી આપો ની સાથે ચીમકી આપી હતી પાકવીમો તાકીદે નહિ ચૂકવાય તો આગામી તા૧૬ ની ઓગસ્ટ થી પ્રાંત અધિકારી શ્રી ની કચેરી ખાતે ખેડૂતો ઉપવાસ આંદોલન કરશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here