ઓટો ડેસ્ક. હોન્ડાએ તેની ક્રોસઓવર એસયુવી WR-Vનું ડીઝલ એન્જિન સાથેનું ‘V’ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. તેની એક્સ શોરૂમ કિંમત રૂપિયા 9.95 લાખ નક્કી કરી છે. આ વેરિઅન્ટ સાથે કારના ત્રણ મોડેલ WR-V S, WR-V V અને WR-V VX થઈ ચૂક્યા છે. આ કારમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, ઈબીડી સાથે એબીએસ, રિઅર પાર્કિંગ સેન્સર, ફ્રન્ટ પેસેન્જર સીટબેલ્ટ રિમાઈન્ડર, હાઈસ્પીડ એલર્ટ, મલ્ટી એન્ગલ રિઅર વ્યૂ કેમેરા જેવા સેફ્ટી ફીચર્સ આપ્યા છે.
હેન્ડા WR-Vના તમામ વેરિઅન્ટ અને તેની કિંમત
વેરિઅન્ટ | કિંમત |
1.2 પેટ્રોલ S | 8.15 લાખ રૂપિયા |
1.2 પેટ્રોલ VX | 9.25 લાખ રૂપિયા |
1.5 ડીઝલS | 9.25 લાખ રૂપિયા |
1.5 ડીઝલV | 9.95 લાખ રૂપિયા |
1.5 ડીઝલVX | 10.35 લાખ રૂપિયા |
હોન્ડા WR-V Vના ફીચર્સ
નવા વેરિઅન્ટમાં અર્બન સોફિસ્ટિકેટેડ બ્લેક અને સિલ્વર અપહોલ્સ્ટ્રી કલરમાં ઉપલબ્ધ છે. નવી કારમાં 7-ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેઈમેન્ટ સિસ્ટમ, સ્ટીયરિંગ માઉન્ડેટ કન્ટ્રોલ, વૉઈસ કમાન્ડ, ક્રુઝ કન્ટ્રોલ, ઓટોમેટિક ક્લાઈમેટ કન્ટ્રોલ, પુશ બટન સ્ટાર્ટ/સ્ટોપ, આર્મરેસ્ટ, ટિલ્ટ સ્ટીયરિંગ જેવા ફીચર્સ આપ્યા છે. સાથે તેમાં હેડલેમ્પ ઈન્ટીગ્રેટેડ સિગ્નેચર એલઈડી ડીઆરએલ અને પોશિઝન લેમ્પ, ફ્રન્ટ ફૉગ લેમ્પ, આઉટ સાઈડ રિઅર વ્યુ મિરર પર ટર્ન ઈન્ડિકેટર, મલ્ટી સ્પોક એલોય વ્હીલ, ક્રોમ ડૉર હેન્ડલ અને રિઅર માઈક્રો એન્ટેના ઉપલબ્ધ છે.