રાજકોટ : કોરોના વાઈરસ વિશે વિશ્વમાં સોપ્રથમ વખત સૌથી વધુ 12 ભાષામાં વેબસાઈટ પર માહિતીનું લોકાર્પણ

0
11

રાજકોટ. ભારત અને વિશ્વભરમાં કોરોના રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધતું જાય છે અને તેને કારણે ખુબ જ મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે. વિશ્વમાં પ્રથમ વખત કિડની એજ્યુકેશન વેબસાઇટે વિવિધ 12 ભાષાઓમાં કોરોના વાયરસથી બચાવવા માટેની વિશ્વનીય માહિતી આપવાની પહેલ કરી છે.

વિશ્વમાં સૌથી વધુ ભાષામાં જાગૃતિ અભિયાન

“ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી”નાં પ્રેસિડન્ટ દ્વારા કોરોના વાઈરસ સામેની લડાઈમાં વેબસાઈટ દ્વારા કોરોના વિશે વિશ્વમાં સૌથી વધુ ભાષામાં જાગૃતિ અભિયાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કોરોના વાઈરસ વિશે 12 ભાષામાં સંપૂર્ણ માહિતી હવે વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ સન્માનિત www.KidneyEducation.com વેબસાઈટ દ્વારા ઉપલબ્ધ છે.

કોરોના નિવારણ માટેનું મહત્વપૂર્ણ પગલું: ડૉ. સંજય પંડ્યા

ડૉ. સંજય પંડ્યાએ જણાવ્યું હતું કે, વિશ્વભરના લોકોને પોતાની માતૃભાષામાં માહિતીની ઉપલબ્ધતા COVID-19 સામે લડવા અને કોરોના વાઈરસના નિવારણ માટેનું મહત્વપૂર્ણ પગલું બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here