કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે છે. જેમાં અમિત શાહના હસ્તે 1950 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ થયુ છે. તેમાં અમિત શાહે થલતેજમાં આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું છે. તથા જુના વાડજમાં EWSના 588 આવાસનું લોકાર્પણ કર્યું છે. AMC સ્કૂલ લોકાર્પણ અને સ્વસ્તિક સ્કૂલમાં હાજર રહ્યાં છે.
વાડજ, જેતલપુર અને છારોડીમાં અમિત શાહની જાહેરસભા છે. જેમાં વાડજ ખાતેની જાહેરસભામાં અમિત શાહે જણાવ્યું છે કે 1900 કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે. 3 લોકસભા ક્ષેત્રોમાં 1900 કરોડના વિકાસ કાર્યો કર્યા છે. નરેન્દ્ર ભાઈએ એક જ સાથે સવા લાખ લોકોને ચાવી આપી છે. આજે 10 જ વર્ષમાં ભારત વિશ્વમાં 5 માં નંબરે પહોંચ્યુ છે. નરેન્દ્ર ભાઈની ત્રીજી ટર્મમાં દેશને ત્રીજા નંબરે લઈ જઈશું. 22 જાન્યુ.એ અયોધ્યામાં રામની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે.
સાડા પાંચસો વર્ષથી દેશના નાગરિકો રાહ જોતા હતા. સમગ્ર વિશ્વ અચંબિત થાય તેવું સુંદર મંદિર બનાવ્યું છે. અનેક કામોને નરેન્દ્રભાઈએ ગતિ અને દિશા આપી છે. 10 વર્ષમાં 5 વર્ષ ખાડો પૂરવામાં ગયા છે. 370 સીટો ભાજપની આવશે. આજે મહર્ષિ દયાનંદની જન્મજયંતી છે. માતૃભાષા અને વેદોની જાગૃતતાની ચળવળ મહર્ષિ દયાનંદે ચલાવી હતી. તેમજ ગાંધીનગર, અમદાવાદ લોકસભામાં EWS આવાસનો ડ્રો થયો છે. તેમાં અનેક વિકાસના કામોનું ભૂમિપુજન થયું છે. આજે એક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે. ખૂબ જ સુંદર અને સુવિધા ધરાવતું આરોગ્ય કેન્દ્ર છે. તેમાં આસપાસ રહેતા અનેક લોકોને આરોગ્યની સેવાઓ મળશે. તથા MRI મશીન અને આંખની તપાસ પણ અહીં થશે. ટૂંક સમયમાં MRI મશીન પણ આરોગ્ય કેન્દ્રમાં મુકાશે.