ગુજરાત સરકાર દ્વારા મુસાફરોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે અગવડ પડે નહીં અને સમયનો વ્યય પણ થાય નહી અને ઝડપથી મુસાફરી કરી શકે તે માટે જીએસઆરટીસીને નવીન બસો ફાળવવામાં આવી છે. જેના ભાગરૂપે મહીસાગર જિલ્લાના લુણાવાડા બસ ડેપોને અત્યાધુનિક સુવિધાઓવાળી નવીન ચાર મીની બસ ફાળવવામાં આવી છે. જેમાં રીવર્સ કેમેરા ફ્યુચર પણ ઇન્સ્ટોલ છે. આ બસો લુણાવાડાથી અમદાવાદ એક્સપ્રેક્ષ, જ્યારે લુણાવાડા થી ગોધરા, લુણાવાડા થી પુનાવાડા અને લુણાવાડા થી વીરપુર ત્રણ લોકલ બસોનું લોકાર્પણ પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ રમીલા ડામોર, એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ભાજપના હોદેદારોની ઉપસ્થિતમાં લોકપર્ણ લોકાર્પણ કરવામાં આવ્યું છે અને લીલી જંડી આપી બસોનું પ્રસ્થાન કરાવ્યું હતું.
પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં એમાં ખાસ કરીને ગોધરા ડિવિઝનમાં ગુજરાત સરકાર દ્વારા 25 બસો આપણાને આપવામાં આવી છે. એમાં ખાસ કરીને આજે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ચાર બસોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. લોકાર્પણના કાર્યક્રમમાં વિભાગીયા નિયામક ડીંડોર, જિલ્લા પંચાયત પ્રમુખ રમીલા ડામોર સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ અને ખાસ કરીને ડેપો મેનેજર અને ડેપોના સૌ કર્મચારીઓ દ્વારા આજે ચાર બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આમ તો ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે તેમનું પણ સ્વપ્ન હતું કે ગુજરાત રાજ્યમાં સંપૂર્ણપણે પ્રદુષણ મુક્ત થાય અને લોકોની સુખાકારી માટે અને લોકોને સારી સગવડો મળે એના માટે શુભ આશ્રયથી લુણાવાડા ખાતે હાલ પૂરતી ચાર બસો એક બસ એક્સપ્રેક્ષ અને બીજી ત્રણ બસો લોકલ આમ તો નિયમિત રૂટ ત્યાંથી જ નક્કી કરવામાં આવે છે. તેમ છતાંય આજે આપણે ચાર બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને લોકોની સુખાકારી માટે હું ગુજરાત સરકારનો આભાર માનું છું.