આજથી ગૌરીવ્રતનો શુભારંભ પાંચ દિવસ સુધી કુવારીકાઓ ભગવાન શિવના મંદિરે કરશે આરાધના

0
7

દહેગામ તાલુકાના હરસોલી ગામે આવેલ શિવ મંદિર હર હર નારા સાથે ગુંજી ઉઠ્યું.
આજથી ગૌરીવ્રતનો પ્રારંભ થતો હોવાથી કુવારીકાઓ શિવ ની આરાધના કરશે.
ગૌરીવ્રત પાંચ દિવસ સુધી ચાલશે.
હરસોલી શિવ મંદિરમાં આજે ૩૫૦ જેટલી કુવારીકાઓ દ્વારા પૂજા અર્ચના કરવા આવી હતી.

 

 

ગાંધીનગર : આજથી પાંચ દિવસ માટે ગૌરી વ્રત શરૂ થતું હોવાથી શિવ મંદિરોમાં શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી શિવાલયો ગૂંજી ઉઠશે. દહેગામ તાલુકા ના હરસોલી ખાતે આવેલા શિવમંદિર માં આજે સવારે છ વાગ્યાથી ગૌરી વ્રતની પૂજા કરવા માટે કુંવારીકાઓની મોટી લાઈન લાગેલી હતી. બ્રાહ્મણ દ્વારા આ વ્રતની પૂજા કરવામાં આવે છે. અને પાંચ દિવસ સુધી આ બાલિકા ભગવાન શિવની આરાધના કરતી હોય છે. આજે હરસોલીના શિવ મંદિરમાં ૩૫૦ જેટલી બાલિકા ઓ દષ્ટિ ગોચર થઈ રહી છે અને ભગવાન શિવની આરાધના કરવાથી તેમના મનોરથ પુરા થાય છે. હવે વ્રતનો મહિનો શરૂ થવાથી દરેક શિવાલયમાં ભગવાન ના નારા સાથે ભક્તોની ભીડ જોવા મળશે.

 

 

બાઈટ : પ્રવીણભાઈ મહારાજ

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર