પતંજલિ : કોરોનાના ઈલાજ માટે પહેલી આયુર્વેદિક દવા લોન્ચ, ટ્રાયલમાં 7 દિવસમાં 100% દર્દીઓ સાજા થયાનો બાબા રામદેવનો દાવો

0
0

હરિદ્વાર. યોગગુરુ રામદેવ આયુર્વેદિક દવાથી કોરોનાની સારવાર કરવાનો દાવો કરે છે. આ માટે કોરોનિલ નામની ટેબ્લેટ લોન્ચ કરવામાં આવી છે. રામદેવે કહ્યું કે કોરોનિલમાં ગિલોય, તુલસી અને અશ્વગંધા છે જે ઇમ્યુનિટી વધારે છે. આ દવા ક્રોનિક રોગોથી પણ રક્ષણ આપે છે. તે પતંજલિ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (NIMS) યુનિવર્સિટી, જયપુર દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાઈ છે.

100 દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું

રામદેવે દાવો કર્યો છે કે આ ડ્રગના ક્લિનિકલ કેસ સ્ટડીમાં 280 દર્દીઓનો સમાવેશ કર્યો છે. 100 જેટલા લોકો પર ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલ્સ થયા હતા જેમાં 3 દિવસની અંદર 69% દર્દીઓ કોરોના પોઝિટીવમાંથી નેગેટીવ થયા હતા અને 100% દર્દીઓ 7 દિવસની અંદર સ્વસ્થ તહી ગયા હતા. તેમણે જણાવ્યું કે, આ એક ઐતિહાસિક ઘટના છે.

ત્રણેય દવાના એકસાથે ઉપયોગથી કોરોના મટે છે

રામદેવે લોન્ચ કરેલી કોરોના કીટમાં કોરોનિલ ઉપરાંત ઇન્હેલર તેલ અને અણુ તેલ પણ સામેલ છે. રામદેવ કહે છે કે ત્રણેયનો એક સાથે ઉપયોગ કરવાથી કોરોના સંક્રમણને દૂર કરી શકાય છે અને રોગને અટકાવી શકાય છે.

16 જડીબુટ્ટીઓમાંથી બનાવવામાં આવી છે દવા

રામદેવે કહ્યું કે શરીરમાં ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસારી આપવાથી ફાયદો થશે. તે શરદી, ઉધરસને પણ એકસાથે મટાડે છે. આ દવા મુળેઠી, મધ, આદુ અને તુલસી જેવી 16 જડીબુટ્ટીઓમાંથી બનાવવામાં આવી છે. અણુ તેલ નાકમાં નાખવામાં આવે છે અને તે કોરોના સામે રક્ષણ આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here