એલજી ડબ્લ્યુ સિરીઝના બે સ્માર્ટફોન W10 અને W30 ભારતમાં લોન્ચ, કિંમત 8,999 રૂપિયાથી શરૂ

0
12

એલજી ઇન્ડિયાએ ભારતમાં ડબ્લ્યુ સિરીઝના બે સ્માર્ટફોન W10 અને W30 લોન્ચ કર્યા છે. એલજી W10ની કિંમત 8,999 રૂપિયા અને W30ની કિંમત 9,999 રૂપિયા છે. કંપનીએ સૌથી પહેલા આ ફોનને ઇન્ડિયન માર્કેટમાં બહાર પાડ્યો છે. થોડાક દિવસ પહેલાં એલજી અને એમેઝોને આનું ટીઝર રિલીઝ કર્યું હતું ત્યારથી જ ફોન તેના કેમેરાને લઈને લાઇમલાઇટમાં હતો. ફોનની સૌથી ખાસ વાત એ છે કે તેના વોટરડ્રોપ સેલ્ફી કેમેરા સેટ અપને યુઝર પોતાના મૂડ અનુસાર બદલી શકે છે. આ ફોન ત્રણ કલરમાં અવેલેબલ છે. કંપની મુજબ ડબ્લ્યુ સિરીઝનો ત્રીજો સ્માર્ટફોન W30 પ્રો પણ ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે.