બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે એક્સેસ 125 અને બર્ગમેન સ્ટ્રીટ 1256 સ્કૂટર લોન્ચ થયું, પ્રારંભિક કિંમત 77,700 રૂપિયા

0
13

સુઝુકી મોટરસાઇકલ અને સ્કૂટર ડિવિઝને ભારતમાં એક નવી બ્લુટૂથ ટેક્નોલોજીની જાહેરાત કરી છે. કંપનીએ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરને બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે અપડેટ કરી દીધું છે. કંપનીનું કહેવું છે કે, તેમાં અનેક ઇન્ટરેસ્ટિંગ ફીચર્સનો સપોર્ટ મળશે, જે રાઇડિંગ એક્સપિરિયન્સ વધુ સારો અને કમ્ફર્ટેબલ બનાવશે. કંપનીએ બ્લુટૂથ કનેક્ટિવિટીથી સજ્જ બે બેસ્ટ સેલિંગ સ્કૂટર એક્સેસ 125 અને બર્ગમેન સ્ટ્રીટ 125 લોન્ચ કર્યું છે. આ અપડેટ પછી આ સ્કૂટર પહેલેથી 3,800 રૂપિયા મોંઘા થઈ ગયાં છે.

અપડેટ પછી બંને મોડેલ્સની કિંમત

  • બ્લૂટૂથ ઇનેબલ્ડ એક્સેસ 125ના ડ્રમ બ્રેક વેરિઅન્ટની કિંમત 77,700 રૂપિયા જ્યારે ડિસ્ક બ્રેક વેરિઅન્ટની કિંમત 78,600 રૂપિયા છે. આ અગાઉ કરતાં 3,800 રૂપિયા વધારે છે. જ્યારે બ્લુટૂથ ઇનેબલ્ડ સુઝુકી બર્ગમેન સ્ટ્રીટ 125ની કિંમત 84,600 રૂપિયા છે, જે પહેલા કરતાં 3,500 રૂપિયા વધારે છે.
  • બ્લુટૂથ ઇનેબલ્ડ કંસોલ સાથે TVS Ntorq 125ની કિંમત વિવિધ વેરિઅન્ટ અનુસાર 68,885 રૂપિયાથી 75,365 રૂપિયા સુધી છે.

નવું બ્લુટૂથ ઇનેબલ્ડ કંસોલ કેવી રીતે અને શું કામ કરશે?

  • બ્લુટૂથ ઇનેબલ્ડ કંસોલના ફંક્શનને ઉપયોગ કરવા માટે સૌપ્રથમ રાઇડરને સુઝુકી રાઇડ કનેક્ટ એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે, જે ગુગલ પ્લે પર અવેલેબલ છે. આ એપ માત્ર એન્ડ્રોઇડ ડિવાઇસમાં જ કામ કરશે. ત્યારબાદ બ્લુટૂથની મદદથી ફોન અને કંસોલને અંદરોઅંદર કનેક્ટ કરવાનું રહેશે.
  • નવું કંસોલ ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, કોલ એન્ડ મેસેજ અલર્ટ, મિસકોલ અલર્ટ અને કોલર ID, વ્હોટ્સએપ અલર્ટ, એસ્ટિમેટેડ ટાઇમ ઓફ અરાઇવલ અલર્ટ, ઓવર સ્પીડ વોર્નિંગ અને ફોનના બેટરી લેવલ વિશે જાણકારી આપશે. એપ દ્વારા લેટેસ્ટ પાર્ક લોકેશન અને ટ્રિપ ડિટેલ પણ શેર કરી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here