સુવિધા : હાર્લી ડેવિડસને હોમ ડિલિવરી સર્વિસ શરૂ કરી, ડીલર્સ 40 કિમી સુધીના અંતરમાં ફ્રી ડિલિવરી કરશે

0
0

હેવી બાઇક્સ બનવનાર અમેરિક કંપની હાર્લી ડેવિડસને ઇન્ડિયામાં હોમ ડિલિવરી સર્વિસ શરૂ કરી છે. સર્વિસ હેઠળ હાર્લી ડેવિડસન ડીલરશિપ 40 કિમી સુધીના અંતર સુધી ગ્રાહકોને ફ્રીમાં બાઇકના ડિલિવરી કરશે. પરંતુ જો તેનાથી વધુ અંતરે ગ્રાહકનું ઘર હશે તો કંપની કિમી દીઠ ચાર્જ કરશે. કંપનીએ દેશવ્યાપી લોકડાઉનના કારણે ગ્રાહકોને રાહત આપવા સર્વિસ વોરંટી પણ વધારી દીધી છે.

40 કિમી પછી કિમી લેખે ચાર્જ ચૂકવવો પડશે

કંપનીએ જણાવ્યું કે, ઇચ્છુક ગ્રાહકો કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર બાઇક્સના મોડેલ્સ જોઈ શકશે. ત્યારબાદ ડીલર લોકેટર દ્વારા નજીકના ડીલરનો સંપર્ક કરી શકશે અને પેમેન્ટ વિશે ડિસ્કસ કરી શકશે. કંપનીએ આગળ જણાવતા કહ્યું કે, ડીલરશિપ બાઇકને 40 કિમી સુધીના અંતરમાં ફ્રીમાં બાઇકની ડિલિવરી કરશે પરંતુ ત્યારબાદ કિમી દીઠ પ્રતિ કિલોમીટર ચાર્જ લેવામાં આવશે.

30 દિવસનો એક્સ્ટ્રા વોરંટી પિરિઅડ મળશે

કંપનીએ એપ્રિલ અને મે મહિનામાં ઘણી નવી સ્કીમ્સ લોન્ચ કરી છે. કંપનીએ કહ્યું કે, હાર્લી ડેવિડસન જે ગ્રાહકોની બાઇકની વોરંટી લોકડાઉન સમયગાળા દરમિયાન સમાપ્ત થઈ રહી છે, તેમને 30 દિવસની વોરંટી એક્સ્ટેંશનનો લાભ આપી રહી છે. કંપનીએ કહ્યું કે, HDFS (હાર્લી ડેવિડસન ફાઇનાન્સિયલ સર્વિસ) પ્લાન્ડ મેન્ટેનન્સ પ્રોગ્રામમાં આવતા ગ્રાહકોને 60 દિવસનું ક્સટેન્શન આપવામાં આવી રહ્યું છે. કંપની તમામ ગ્રાહકોને HD કોન્ટેક્ટ સેન્ટર અને રોડ સાઇડ આસિસ્ટન્ટ સર્વિસ આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here