Thursday, March 28, 2024
Homeદહેજપ્રથા નાબુદી માટે અનોખું અભિયાન ચલાવી રહ્યાં છે, 28 વર્ષમાં છઠ્ઠી વખત...
Array

દહેજપ્રથા નાબુદી માટે અનોખું અભિયાન ચલાવી રહ્યાં છે, 28 વર્ષમાં છઠ્ઠી વખત સાયકલ લઈને ભારત ભ્રમણ કરી

- Advertisement -

મહારાષ્ટ્રના જાલના જિલ્લાના નાના ગામમાં ખેડૂતપુત્ર ભાઉ સાહેબ ભંવર દહેજપ્રથા નાબુદી માટે અનોખું અભિયાન ચલાવી રહ્યાં છે. તેઓ આ માટે છેલ્લા 28 વર્ષથી દેશમાં સાયકલ યાત્રા કરી રહ્યાં છે. તેમણે પોતાના અભિયાન અંતર્ગત સમગ્ર દેશનું 5 વખત ભ્રમણ કર્યું છે. હાલમાં તેઓ છઠ્ઠી વાર દેશમાં અભિયાન માટે સાયકલ લઈને યાત્રાએ નિકળી પડ્યાં છે. અમદાવાદમાં આવેલા ભાઉ સાહેબે દહેજપ્રથા નાબુદી અંગે લોકોને જાગૃત કર્યાં હતાં.

અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતે ભાઉ સાહેબે જણાવ્યું હતું કે હું આખા દેશને મારો પરિવાર માનું છું. હું દહેજપ્રથા નાબુદી માટે આ સાયકલ યાત્રા થકી લોકોને જાગૃત કરી રહ્યો છું. મેં આ અભિયાન માટે સમગ્ર દેશનું પાંચ વખત ભ્રમણ કર્યું છે અને હાલમાં છઠ્ઠી વખત લોકોની વચ્ચે આ મુદ્દે જાગૃત કરવા નિકળી પડ્યો છું.

કોણ છે અભિયાન ચલાવનાર ભાઉ સાહેબ ભવર?

દેશમાં દહેજપ્રથા નાબુદી માટે અભિયાન ચલાવનાર ભાઉ સાહેબ મહારાષ્ટ્રના જાલના જિલ્લાના એક નાનકડા ગામના ખેડૂતપુત્ર છે. તેઓ સાયકલિંગ શોખ માટે નહીં પણ લોકોમાં દહેજપ્રથા મુદ્દે જાગૃતિ કેળવાય તે માટે કરી રહ્યાં છે. તેમના જણાવ્યા પ્રમાણે તેઓ દારૂબંધી અને સામાજિક મુદ્દાઓને લઈને આજની આધુનિક પેઢીને જાગૃત કરવાનું કામ કરી રહ્યાં છે.

ભાઉ સાહેબે કેમ શરૂ કર્યું આ અભિયાન

સને 1993માં ભાઉ સાહેબની બહેનના લગ્ન માટે છોકરો જોવા માટે તેઓ દરેક ગામમાં જતાં હતાં. પરંતુ દર વખતે તેઓ નિરાશ થઈને ઘરે પરત ફરતાં હતાં. કારણ કે લગ્ન માટે તેમની પાસે દરેક જગ્યાએ દહેજની માંગ કરવામાં આવતી હતી. જેને ભાઉ સાહેબનો પરિવાર ચુકવી શકે તેમ નહોતો. અવાર નવાર આવું બનતું હોવાથી ભાઉ સાહેબે નક્કી કર્યું કે આખા દેશમાં દહેજપ્રથા નાબુદ કરવા માટે અભિયાન ચલાવીશ. તેઓ હવે દહેજપ્રથા નાબુદીનો સંદેશો દેશના ખુણે ખુણે પહોંચાડવા માંગતાં હતાં. જેથી તેઓ ઘરેથી સાયકલ લઈને નિકળી પડ્યાં અને દેશમાં લોકોને જાગૃત કરવા માટેનું બીડુ ઝડ્યું. આજે તેમણે સમગ્ર દેશમાં પાંચ વખત ભ્રમણ કર્યું અને હવે છઠ્ઠી વખત પણ પોતાના અભિયાનને સાકાર કરવા માટે નિકળી પડ્યાં છે.

યુવાઓને આ મુદ્દે સમજાવવાનો તેમનો પ્રયત્ન છે

દેશમાં સ્કૂલો, કોલેજો અને ચાની કિટલી પર બેઠેલા લોકોની સાથે વાતચીત કરીને તેઓ દહેજપ્રથા નાબુદી અંગે જાગૃતિ લાવવાની ચર્ચાઓ કરે છે. લોકોને આ મુદ્દે સમજાવે પણ છે. તેઓ કહે છે કે એક હોલમાં બેસીને લોકોને સમજાવવાથી કોઈ સમજી શકે એમ નથી. જેથી હું જાતે જ લોકોની પાસે જઈને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરું છું. તેમની વાતને સમજુ છું અને બાદમાં યોગ્ય લાગે તો તેમને સલાહ આપું છું.

દેશની દરેક બહેન માટે અભિયાન ચલાવી રહ્યા છે ભાઉ

ભાઉ પરિવારમાં તેમની માતા અને ભાઈ સાથે રહે છે ભાઉ એ પોતે લગ્ન નથી કર્યા પણ તેઓ આખા દેશને પોતાનો પરિવાર માને છે. ભાઉએ કહ્યું કે, હું નાના પરિવારમાંથી મોટા પરિવારમાં જોડાયો છું મને રસ્તામાં માતાની જેમ કોઈ જમાડે પણ છે અને પિતાની જેમ ઠપકો આપનાર પણ મળે છે એ યાત્રા દરમિયાન ઘણી મુશ્કેલીઓ આવે છે પરંતુ કેટલાક યુવાનો મારી વાત ને સમજે પણ છે અને બીજા લોકો સુધી પહોંચાડે પણ છે સાથે કેટલીક બહેન-દીકરીઓ મને પણ કહે છે કે અમે હવે સમજીએ છે કે જે પૈસા લઈને લગ્ન કરે તે વ્યક્તિ યોગ્ય નથી.ભાઉ જે પણ રાજ્યની મુલાકાત લે તો ત્યાંના મોટા અધિકારીઓ અને મંત્રીઓ સાથે પણ મુલાકાત કરે છે અને દહેજ નાબુદી માટે શું કરવું જોઈએ તે અંગે પણ ચર્ચા કરે છે સાથે તેઓ એવું માને છે કે બદલાવ એક દિવસ માં ના આવે એના માટે ધીરજ અને જુસ્સો જાળવી રાખવો પડે અને એના જ કારણે તે આજે પણ થાકતા નથી.

ભાઉ એક દિવસ માં 60 કિલોમીટર નું અંતર કાપે છે

ભાઉએ તેમની આ યાત્રા વિશે જણાવ્યું કે તેમને ક્યાંય પહોંચવાનું નથી આ દેશ મારુ ઘર છે હું આરામ થી ધીમે ધીમે દેશમાં ફરતો હોઉ છું એક દિવસમાં 60 કિલોમીટર જેટલું અંતર કાપી રાત્રી પહેલા સુવાની જગ્યા શોધી લઉં છું. ભાઉએ તેમના ખોરાકને લઈને કહ્યું કે હું શુદ્ધ શાકાહારી છું મને કોઈ વ્યસન નથી.જેના કારણે હું સ્વસ્થ છું તકલીફ તો ઘણી વાર થાય છે પણ આ દેશમાં દરેક જગ્યા કોઈ ને કોઈ મારી મદદ એ આવી જાય છે.

સાયકલ ની સાથે 50 કિલો વજન પણ લઈને ફરે છે ભાઉ

ભાઉ જોડે 35 હજાર રૂપિયાની કિમતની સાયકલ છે. જેમાં 7 ગિયર છે સાથે તેઓ તેમનું લગેજ પણ જોડે લઈને ફરે છે. જેમાં ન્યૂઝ પેપરના કટિંગ, અને નેતા ઓ સાથેની મુલાકાતની તસવીરોની ફાઇલ રાખે છે જેનું વજન અંદાજીત 50 કિલો જેટલું છે. ભાઉ સાહેબ આ ડિજિટલ યુગ માં પણ મોબાઈલથી દુર રહે છે તેઓ 2-3 મહિના માં એક વાર તેમની માતા સાથે ટેલિફોનિક વાતચીત કરે છે. તેમની માતા પણ તેમને કહે છે કે આ અભિયાન દેશના દરેક લોકો સુધી પહોંચે એવી મારી ઈચ્છા છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular