લોન્ચિંગ :18 જૂને ‘બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા’ ગેમ લોન્ચ થઈ શકે છે

0
2

બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા ગેમ ભારતમાં 18 જૂને લોન્ચ થઈ શકે છે. પોપ્યુલર ટિપ્સટર સાગર ઠાકુર(મેક્સટર્ન)એ સોશિયલ મીડિયા પર બાઈનરી કોડ 18062021 શેર કર્યો છે. તેમાં 18 જૂનનો ઉલ્લેખ કર્યો છે. ગેમ લોન્ચિંગને લઈને આની પહેલાં પણ ન્યૂઝ આવ્યા છે કે ગેમ ત્રીજા અઠવાડિયાંમાં લોન્ચ થઈ શકે છે.

કંપનીએ 4 દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર આનું ટીઝર લોન્ચ કર્યું હતું, તેમાં પબજી મોબાઈલ જવું એક બેગપેક દેખાઈ રહ્યું હતું. આ ક્રાફ્ટને 18મેના રોજ આ ગેમનું પ્રી-રજીસ્ટ્રેશન શરુ કર્યું હતું. આ પબજીનું નવું વર્ઝન છે.

પબજી મોબાઈલ એક મલ્ટીપ્લેયર એક્શન ગેમ હતી. તેમાં બેગપેકની મદદથી પ્લેયર્સ જરૂરિયાતનો સામાન(બંદૂક, ગોળી, ફર્સ્ટએડ અને ઈન્જેક્શન) મૂકતા હતા. નવી ગેમમાં પણ આવી સુવિધા હશે. બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઇન્ડિયા ગેમના ટીચરમાં જે બેગપેક છે, તે લેવલ 3ની છે. આ સૌથી વધારે ક્ષમતાવાળું બેગપેક છે.

2GB રેમના ફોન પર આ ગેમ ચાલશે
ક્રાફ્ટને જણાવ્યું કે, આ ગેમ દરેક સ્માર્ટફોન યુઝર્સ સરળતાથી રમી શકશે. જેમના ફોનમાં એન્ડ્રોઈડ 5.1.1 લોલીપોપ કે તેના પછીની ઓપરેટિંગ સિસ્ટમ છે તેમાં પણ ગેમ સપોર્ટ કરશે. ગેમ રમવા માટે ફોનમાં ઓછામાં ઓછી 2GB રેમ હોવી જરૂરી છે. એટલે કે જે ફોનમાં કોન્ફીગ્રેશન વધારે હાઈ નથી તે પણ આ ગેમની મજા માણી શકશે.

ડેટા સિક્યોરિટીને ફર્સ્ટ પ્રાયોરિટી
પ્રાઈવસી અને ડેટા સિક્યોરિટીને પ્રાથમિકતા આપીને ક્રાફટન દરેક સ્ટેજમાં ડેટાની સુરક્ષા નિશ્ચિત કરવા માટે પોતાના પાર્ટનર્સ સાથે કામ કરશે. ડેટાનું કલેક્શન અને સ્ટોરેજ ભારતમાં પ્લેયર્સ માટે લાગુ દરેક નિયમોનું પાલન કરી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here