લાવાની ઓફર : 2,199 રૂપિયાની કિંમતના ઈયરબડ્સ માત્ર ₹1માં ખરીદવાની તક

0
0

જો તમે ઈયરબડ્સ ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો સ્વદેશી બ્રાન્ડ લાવા તમારા માટે ધમાકેદાર ઓફર લઈને આવી છે. લાવા કંપનીએ તેના ઈયરબડ્સ ‘પ્રો બડ્સ’ લોન્ચ કર્યા છે. સાથે જ કંપનીએ ખાસ 1 રૂપિયાની ઓફર પણ લોન્ચ કરી છે. આ ઓફર હેઠળ ગ્રાહકો લાવા ઈ સ્ટોર અને ઈ કોમર્સ સાઈટ પરથી લાવા પ્રો બડ્સની ખરીદી માત્ર 1 રૂપિયામાં કરી શકશે.

કિંમત
1 રૂપિયાવાળી ઓફર 24 જૂનથી શરૂ થશે. સ્ટોક પૂરો ન થાય ત્યાં સુધી આ ઓફર યથાવત રહેશે. સ્ટોક પૂરો થયા બાદ 2199 રૂપિયામાં પ્રો બડ્સની ખરીદી કરી શકાશે.

સ્ટડીમાં મદદ મળશે
લાવા પ્રો બડ્સ સાથે TWS માર્કેટ સ્પેસમાં એન્ટ્રી મારી રહી છે. લાવા પ્રોડક્ટ હેડ તાજિન્દ્ર સિંહનું કહેવું છે કે, તેનાથી વિદ્યાર્થીઓને સ્ટડીમાં સાથે જ ઓફિસમાં કામ કરનારા લોકોને મદદ મળી રહેશે. તેનાથી ઈન્ટરનેટ એક્સપિરિઅન્સ વધશે.

સ્પેસિફિકેશન્સ

  • લાવા પ્રો બડ્સમાં 11.6mmનાં ડ્રાઈવર્સ મળે છે. સાથે જ મીડિયા ટેક Airoha ચિપસેટ મળે છે. તેનાથી ઈયરબડ્સમાં ઓડિયોની ક્વોલિટી વધે છે.
  • પ્રો બડ્સમાં 55mAhની બેટરી છે, જેનાથી 25 કલાકનું મ્યુઝિક પ્લેબેક મળે છે.
  • કંપનીએ તેને એવી રીતે ડિઝાીન કર્યા છે જેથી તે કાનમાં સરળતાથી ફિટ થઈ જાય. તે વેક એન્ડ પૅર ટેક્નોલોજી સાથે આવે છે. ચાર્જિંગ કેસ લિડથી હટતાં જ તે કનેક્શન મોડમાં આવી પાવર ઓન કરે છે.
  • TWSમાં લેટેસ્ટ બ્લુટૂથ v5.0 છે, જેનાથી સ્પીડ સાથે કનેક્ટિવિટી મળે છે.
  • તેનું વજન 77 ગ્રામ છે.
  • પાણી અને પરસેવાથી બચવા માટે ઈયરબડ્સને IPX5 રેટિંગ મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here