Tuesday, March 25, 2025
HomeNATIONALNATIONAL : લોરેન્સ બિશ્નોઈ : અંડરવર્લ્ડમાં દાઉદને સીધો પડકાર, 1990 બાદ મુંબઈમાં...

NATIONAL : લોરેન્સ બિશ્નોઈ : અંડરવર્લ્ડમાં દાઉદને સીધો પડકાર, 1990 બાદ મુંબઈમાં પહેલીવાર ડરનો માહોલ

- Advertisement -

લોરેન્સ બિશ્નોઈ કઈ રીતે દાઉદ ઇબ્રાહિમના રસ્તે ચાલી નિકળ્યો છે, તેનો ઉલ્લેખ NIA એ પોતાની ચાર્જશીટમાં કર્યો હતો. તેમાં લોરેન્સ બિશ્નોઈની તુલના દાઉદ ઇબ્રાહિમ ગેંગ સાથે કરવામાં આવી હતી. દાઉદ ઇબ્રાહિમે ડ્રગ તસ્કરી, ટાર્ગેટ કિલિંગ અને એક્સટોર્શન રેકેટ દ્વારા પોતાનું સામ્રાજ્ય ઉભું કર્યું હતું. પછી તેણે ડી કંપની બનાવી, ઠીક તે રીતે લોરેન્સ પણ પોતાનું સામ્રાજ્ય ઉભું કરવા ઈચ્છે છે.

 

શું મુંબઈના મોટા ગજાના નેતા અને બિઝનેસમેનની હત્યા અંડરવર્લ્ડ પર કબજાની લડાઈનું પરિણામ છે? શું 1990ના દાયકા બાદ મુંબઈમાં ફરી અંડરવર્લ્ડનો કબજો વધી રહ્યો છે.? શું બાબા સિદ્દીકીની હત્યા એટલા માટે જ થઈ કે જેનાથી લોરેન્સ બિશ્નોઈ ગેંગ મુંબઈમાં પોતાની ધાક દેખાડી શકે.? લોરેન્સ બિશ્નોઈને લઈને આ પ્રકારના અસંખ્ય સવાલો થઈ રહ્યા છે. લોરેન્સ ભલે જેલમાં બંધ હોય પરંતુ, તે પોતાના કટ્ટર દુશ્મન દાઉદ ઈબ્રાહિમના નકશે કદમ પર ચાલીને હત્યાકાંડ કરાવી રહ્યો છે કેવી રીતે લોરેન્સ બિશ્નોઈ અંડરવર્લ્ડમાં બની ગયો નવો ડોન જુઓ આ રિપોર્ટમાં..

અને હવે આટલા સમય બાદ ફરી આ પ્રકારની દહેશત છે લોરેન્સ બિશ્નોઈના નામની. જે પહેલાં માત્ર પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સુધી સિમિત હતો પરંતુ, હવે તેનો આતંક મુંબઈમાં પણ ફેલાય રહ્યો છે. બાબા સિદ્દીકીને મારીને લોરેન્સ બિશ્નોઈએ મેસેજ આપ્યો છે કે, હવે મુંબઈમાં લોરેન્સ ગેંગનો સિક્કો ચાલશે. ભલે બાબા સિદ્દીકી હત્યાકાંડમાં લોરેન્સ ગેંગના નામે વાયરલ થઈ રહેલા પત્રમાં સલમાન ખાનનો એંગલ હોય પરંતુ, મેસેજ ખુબ મોટો છે અને મેસેજ એ છેકે, લોરેન્સ બિશ્નોઈ મુંબઈનો નવો ડોન બનવા માગે છે.

લોરેન્સ મેસેજ આપવા માગે છેકે સેલિબ્રિટી કેટલો પણ મોટો રસૂખદાર કેમ ન હોય લોરેન્સ સહેલાયથી ટાર્ગેટ કરી શકે છે. બાબા સિદ્દીકીને મારીને મેસેજ આપ્યો છેકે, લોરેન્સ બિશ્નોઈ કોઈની પણ હત્યા કરાવી શકે છે. સલમાનના ઘર બહાર ફાયરિંગ કરીને મેસેજ આપ્યો કે તે કોઈને પણ ધમકાવી શકે છે. જે દહેશત 90ના દાયકામાં દાઉદ ઈબ્રાહિમની હતી એવી જ દહેશત લોરેન્સ બિશ્નોઈ ઊભી કરવા માગે છે.

ફરક એટલો છેકે, જે સમયે દાઉદનો સિક્કો મુંબઈમાં ચાલતો હતો એ સમયે દાઉદ શહેરમાં ખુલ્લેઆમ ફરતો હતો જ્યારે લોરેન્સ બિશ્નોઈ મોટા ટાર્ગેટને અમદાવાદની સાબરમતી જેલમાંથી નિશાન બનાવી રહ્યો છે. આ કોઈ હવામાં થતી ચર્ચાઓ નથી. લોરેન્સ બિશ્નોઈ અને દાઉદ ઈબ્રાહિમની તુલના માત્ર ચર્ચા પૂરતી જ નથી થઈ રહી. બંનેની સિન્ડિકેટ અને આતંકની તુલના NIA પણ કરી ચૂક્યું છે.. NIAએ પોતાના રિપોર્ટમાં લોરેન્સ બિશ્નોઈની તુલના દાઉદ ઇબ્રાહિમ સાથે કરી ચૂકી છે.

દાઉદ ઈબ્રાહિમ 1980ના દાયકામાં ચોરી, લૂંટ અને સ્મગલિંગ જેવા અપરાધોથી ક્રાઈમની દુનિયામાં આવ્યો. આવી જ રીતે લોરેન્સ બિશ્નોઈની ક્રાઈમની દુનિયામાં શરૂઆત નાના ગુનાઓથી જ થઈ હતી. ધીમે ધીમે દાઉદે ઓર્ગનાઈઝ્ડ ક્રાઈમ કરવાનું શરૂ કર્યું અને પોતાની ગેંગ બનાવી ડી કંપની. લોરેન્સે પણ ધીમે ધીમે આરોપીઓને ઓર્ગેનાઈઝ કર્યા અને પોતાની ગેંગ બનાવી લોરેન્સ બિશ્નોઈ ગેંગ. 1990ના દાયકા સુધી દાઉદની ગેંગમાં 500થી વધુ મેમ્બર્સ હતા. હાલ લોરેન્સ બિશ્નોઈની ગેંગમાં પણ 700થી વધુ લોકો હોવાનું સામે આવ્યું છે.

દાઉદ ઈબ્રાહિમ ડ્રગ્સના કારોબારથી લઈને ટાર્ગેટ કિલિંગ, વસૂલી અને ટેરેર સિંડિકેટ ચલાવતો હતો. લોરેન્સ બિશ્નોઈ પણ ખંડણીથી રૂપિયા વસૂલવાની સિન્ડિકેટ ચલાવે છે. બાદમાં દાઉદ ઈબ્રાહિમ દુબઈ શિફ્ટ થઈ ગયો હતો અને ત્યાંથી જ પોતાની સિન્ડિકેટ ચલાવતો. એવી જ રીતે લોરેન્સ બિશ્નોઈ જેલમાં રહીને અમેરિકા અને કેનેડાથી પોતાની ગેંગ ચલાવે છે. દાઉદ ઈબ્રાહિમે છોટા રાજનની મદદથી ગેંગને આગળ વધારી. લોરેન્સ બિશ્નોઈએ ગોલ્ડી બરાડ, સચિન બિશ્નોઈ, અનમોલ બિશ્નોઈ, વિક્રમ બરાડ જેવા સાથીદારોથી 13 રાજ્યોમાં વર્ચસ્વ સ્થાપી દીધું..

બાબા સિદ્દીકી હત્યાકાંડની મોડસ ઓપરેન્ડી જોઈને પણ એવું લાગી રહ્યું છે કે, લોરેન્સ બિશ્નોઈ મુંબઈમાં દાઉદ ઈબ્રાહિમ કરતા પણ મોટો ડોન બનવા માગે છે. લોરેન્સ બિશ્નોઈ કોઈપણ હત્યાકાંડને અંજામ આપવા માટે પ્રોપર પ્લાનિંગ સાથે રણનીતિ બનાવતો. જેનું ઉદાહરણ બાબા સિદ્દીકી હત્યાકાંડમાં જોવા મળ્યું. હથિયાર લાવવાની જવાબદારી હત્યારાઓને નહીં બીજાને સોંપવામાં આવી. બાબા સિદ્દીકીની રેકી હત્યારાઓએ નહીં બીજા લોકોએ કરી હતી. દહેશત વધારવા માટે બાબા સિદ્દીકીની ઓફિસ બહાર જ ગોળી મારીને હત્યા કરી.

એટલા માટે જ લોરેન્સ બિશ્નોઈ તરફથી એ નેરેટિવ પણ ચલાવવામાં આવી રહ્યો છે કે, જે પણ સલમાન ખાન સાથે મિત્રતા રાખશે તેમની આવી રીતે જ હત્યા થશે. એટલા માટે 1990ના દાયકા બાદ પ્રથમ વખત મુંબઈના નામચીન બિલ્ડરો, અભિનેતાઓ અને ફિલ્મી જગતના મોટા ચહેરાઓ અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે અને જેનું એક માત્ર નામ છે લોરેન્સ બિશ્નોઈ.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular