વકીલ દીપિકા રાજાવતે નવરાત્રિને લઈ દેવી-દેવતાનો વિવાદાસ્પદ ફોટો ટ્વિટ કર્યો, હિંદુ સમાજમાં આક્રોશ, ધરપકડ કરવા ઉગ્ર માંગ

0
15

કઠુઆ રેપ કેસની વકીલ દીપિકા રાજાવતે નવરાત્રિના પવિત્ર તહેવારો વચ્ચે હિન્દુઓની લાગણીઓ સાથે રમત રમી દેવી-દેવતાઓને લગતુ એક વિવાદસ્પદ ટ્વિટ કર્યું છે, જેને પગલે તેની ધરપકડ કરવાની માંગ ઉગ્ર બની ગઈ છે. દીપિકાએ નવરાત્રિને લઈ એક ફોટો શેર કર્યો છે, જેને જોઈ હિન્દુ સમુદાયમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. #Arrest_Deepika_Rajawat ટ્રેન્ડ સાથે લોકો મોટા પ્રમાણમાં ટ્વિટ કરી રહ્યા છે અને તેની તાત્કાલિક ધરપકડ કરવા માંગ થઈ રહી છે. હકીકતમાં કાશ્મીરી વકીલ દીપિકા સિંહ રાજાવતે તેના ટ્વિટર હેન્ડલથી એક તસ્વીર શેર કરી છે. તેણે જે તસ્વીર શેર કરી છે તેમાં એક પુરુષને મહિલાના બે પગને દૂર કરતો દેખાડ્યો છે અને બીજી બાજુ નવરાત્રિના દિવસમાં મહિલાને દેવી સ્વરૂપમાં પૂજતા એક પુરુષને પૂજા કરતો દેખાડવામાં આવ્યો છે.

દીપિકા રાજાવત કોણ છે

દીપિકા રાજાવત કાશ્મીરી વકીલ છે, તે કઠુઆ કાંડ બાદ પ્રકાશમાં આવી હતી. જાન્યુઆરી,2018માં એક સગીરા સાથે થયેલા દુષ્કર્મ બાદ તે પીડિતાની વકીલ હતી. જોકે બાદમાં પીડિત પરિવારે તેને કેસથી હટાવી દીધી હતી. પીડિત પરિવારે વકીલ દીપિકા રાજાવતને કેસથી દૂર કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે આ અરજીનો સ્વીકાર કર્યો હતો. પીડિત પરિવારે આરોપ લગાવ્યો હતો કે દીપિકા વકીલ તરીકે ફક્ત પોતાના પબ્લિસિટી મેળવી રહી છે જ્યારે તેને કેસમાં કોઈ જ રસ નથી અને કોર્ટમાં પણ આવતી નથી.

#Arrest_Deepika_Rajawat ટ્રેન્ડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here