- Advertisement -
જામનગર શહેરમાં ભોયવાડા વિસ્તારમાંથી એક ઇસમને ઇંગ્લીશ દારૂની 10 બોટલ સાથે LCBએ પકડી પાડયો છે… જામનગર એલ.સી.બી.ના પોલીસમેન નિર્મળસિંહ જાડેજા અને અશોકભાઈ સોલંકીને બાતમી મળી હતી કે ભોંયવડામાં એક ઈસમ વિદેશી દારૂનો જથ્થો લઈ અશોક પાનની બાજુમાં ઉભો છે અને સ્થળ પર તલાશી લેતા મયુર નરોતમભાઇ મંડલી પ્રજાપતી પાસેથી 10 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો છે….
ઉલ્લેખનીય છે કે ભોંયવાડા વિસ્તારમાં રહેતા મયુર નરોતમભાઇ મંડલી પ્રજાપતી પાસેથી કુલ 4000 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને પૂછપરછ હાથ ધરાઈ છે….અને વિદેશીદારૂનો જથ્થો કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો….હાલ તો આરોપી સામે પ્રોહી એકટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે….
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર