દહેગામ : સરકારી અનાજના કાળા કારોબારનો કૌભાંડ પકડી પડતી LCB પોલીસ, ત્રણ ઈસમોની કરાઈ ધરપકડ

0
19

ગાંધીનગર જિલ્લાના લીંબડીયા પાસે આવેલા ખાનગી ગોડાઉનમાંથી સરકારી અનાજના કાળા કારોબારનો કૌભાંડ LCB પોલીસે પકડી પાડી ત્રણ ઈસમોની કરી ધરપકડ. તેમા બે પિતા પુત્રનો સમાવેશ સાથે કુલ પાંચ ઈસમોની સમાવેશ થવા પામ્યો છે. બે ઈસમોને પકડવા પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે.

 

  

 

ગાંધીનગર જિલ્લાના લીંબડીયા ગામે ખાનગી ગોડાઉનમા સરકારી અનાજનો ગેર વહીવટ ઘણા સમયથી ચાલી રહ્યો હતો.  તેની માહિતી ગાંધીનગર એલસીબી પોલીસને મળતા સ્વામી નારાયણ ટ્રેનીંગ કંપનીના નામે ચાલતા ગોડાઉન માંથી ૧૪ લાખની કિંમત નો ગેરકાયદેસરનો સરકારી અનાજનો જથ્થો તથા એક ગાડીને ઝડપી પાડીને પોલીસને કબજે લીધી છે. આ બાબતે ગાંધીનગર પુરવઠા વિભાગના નાયબ મામતલદાર કૌશીકભાઈ દ્વારા પ્રાથમિક તપાસના અંતે કાળા બજારમાં સંડોવાયેલા પાંચ ઈસમોમાંથી ત્રણ ઈસમોની ધરપકડ કરી છે અને બે ઈસમોને ડભોડા પોલીસે ધરપકડ કરવાના ચક્રો ગતીમાન કરવામા આવ્યા છે. આ ગુનામા સંડોવાયેલા (૧) ડ્રાઈવર સાજેંદ્ર પરમાર (૨) મેનેજર રાજેશભાઈ મનુભાઈ ટોક તથા (૩‌) ભૌગીલાલ પ્રેમાજી તેલીનીની ધરપકડ કરવામા આવી છે. ડભોડા પોલીસ દ્વારા આ કેસ કોર્ટમા રજુ કરીને સાત દીવસના રીમાંડ માંગવામાં આવ્યા છે. અને અન્ય બે ઈસમોને ધરપકડ કરવાના ચક્રો ડભોડા પોલીસે ગતીમાન કર્યા છે.

 

  • આ ગોડાઉનમાંથી સરકારી અનાજનો ૧૪ લાખનો જથ્થો પોલીસે પકડી ત્રણ ઈસમોની ધરપકડ કરી છે અને બે ઈસમોને પકડવાના ચક્રો ગતીમાન કર્યા છે.
  • ઘણા સમયથી ચાલતુ આ કૌભાંડ ગાંધીનગર એલસીબી પોલીસે પકડી પાડ્યુ છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here