નવસારી : ચીલઝડપ કરતી નેલ્લોર ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ

0
100
નવસારી જિલ્લા મા ચીલ ઝડપના વધતા જતા ગુનાઓને અટકાવવા પોલીસ સક્રીય થઈ છે જેના ભાગરૂપે ગુગલ મેપ ઉપર બેંકો સર્ચ કરી ચીલઝડપ કરતી આંધ્રપ્રદેશની આંતરરાજ્ય નેલ્લોર ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી નવસારી. તાપી. સુરત.ભરૂચ જિલ્લામાં નોંધાયેલ  આઠ ગુનાઓ ઉકેલ કરતી  નવસારી એલ.સી.બી.
 પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નવસારી એલસીબીએ ઝડપી પાડેલા આરોપીઓ તેમના મોબાઈલ ફોનમાં ગુગલ મેપ પર બેંકોનું સર્ચ કરી બેંક પાસે જઈ બેંકોમાં પૈસા ઉપાડવા  જતા ગ્રાહકો  પર આ ગેંગનો એક સભ્ય બેંકમાં ગ્રાહક બની જઈ વોચ રાખતો હતો જો કોઈ બેન્કમાંથી વધુ પૈસા ઉપાડે તો ગ્રાહક પર નજર રાખી પોતાની ગેંગના અન્ય સાગરીતોને ઇશારાથી જાણ કરી દેતો. ત્યારબાદ મોટરસાઇકલ પર પીછો કરી એકાંત જગ્યા જોઈ આ લુટારાઓ ચીલ ઝડપ કરતા હતા..
પોલીસ પકડમાં રહેલા આ લૂંટારાઓ એ અગાઉ નવસારીના કબીલપોર ના એક વેપારી ની રૂપિયા ભરેલી બેગ ચીલઝડપ કરી હતી આ લૂંટારાઓ સિનિયર સિટીઝન અને મહિલાઓને નિશાન બનાવતા હતા.
પોલીસ પકડ માં આવેલ આ ત્રણે લુટારા ઓ  આંધ્રપ્રદેશના  નેલ્લુર  જિલ્લાના  રહેવાસી છે.. હાલ આ લુટારા બારડોલીના ગંગાધરા ના કારેલી ગામ માં રહે છે આ લૂંટારા ઓના નામ છે..
(૧) સાલમાન રામલું ગુડેડી (૨) સાલમાંનરાજ પ્રસંગી અકુલા.(૩) વિજય નાગરાજ ગુગલા.. તમામ રહે.આંધ્ર પ્રદેશ ગામ.સોનેસ પુરમ જિલ્લો નેલ્લુર … પોલીસ ઝડપમાં આવેલા ત્રણેય આરોપીઓ પાસેથી  ૪૬, ૦૧૦ રૂપિયા રોકડા મોબાઈલ બે મોટરસાયકલ કબજે કરી તેમજ ફરાર થયેલા એક આરોપી ને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે.
રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી, નવસારી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here