Saturday, July 20, 2024
Homeગાંધીનગર GUJARAT: એલસીબીની ટીમે પાન પાર્લરમાં દરોડો પાડી ઈ સિગારેટનો જથ્થો ઝડપી લીધો

GUJARAT: એલસીબીની ટીમે પાન પાર્લરમાં દરોડો પાડી ઈ સિગારેટનો જથ્થો ઝડપી લીધો

- Advertisement -

ગાંધીનગર શહેરના કુડાસણમાં એલસીબીની ટીમે બે શખ્સોને પ્રતિબંધિત ઇ સિગારેટના જથ્થા સાથે ઝડપી લીધા બાદ પ્રમુખ આર્કેડ કોમ્પલેક્ષમાં વાવ પાન પાર્લરની અંદરથી ઇ સિગારેટીનો જથ્થો લાવ્યા હોવાની વિગતો ખુલતા કુલ ત્રણ શખ્સોને ૧.૧૪ લાખના જથ્થા સાથે પકડી લીધા હતા .આ અંગે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં પ્રતિબંધિત ચીજ વસ્તુઓ અને નશાનો કારોબાર કરતા તત્વો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે,ગાંધીનગરના કુડાસણમાં બે શખ્સો પ્રતિબંધિત ઇ સિગારેટના જથ્થા સાથે હાજર છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ પહોંચી હતી અને આ બંને શખ્સોને ઝડપી લીધા હતા પૂછપરછમાં તેમના નામ વાવોલ કુબેરનગર ખાતે રહેતા દિવાન શકીલ વજુદ્દીન શાહ તેમજ મોહીનશા શબ્બીરસા દિવાન હોવાનું બહાર આવ્યું હતું અને આ જથ્થો પ્રમુખ આર્કેડ કોમ્પલેક્ષમાં વાવ પાન પાર્લરની પાન મસાલાની દુકાન ચલાવતા સાદિક યુનુસભાઈ લોટીયા પાસેથી લાવ્યા હોવાની કબુલાત કરી હતી. જેના પગલે પોલીસ આ પાન પાર્લર ઉપર પહોંચી હતી અને અહીં તપાસ કરતાં વધુ ૪૦ જેટલી ઈ સિગારેટના પેકેટ મળી આવ્યા હતા. જેથી પોલીસે કુલ ૧.૧૪ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો અને સાદિકની વધુ પૂછપરછ કરી આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે બાબતે તપાસ શરૃ કરી છે પરંતુ તે કઈ બોલવા તૈયાર થયો ન હતો. જેથી ત્રણેયની સામે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular