જાણો ઠંડા પાણીથી ચહેરો ધોતા થતા ફાયદાઓ વિશે

0
3

આપણે સવારે ઊઠીએ ત્યારે ચહેરો થોડો સોજાયેલો લાગે છે. તેમજ ચહેરા પર ઝીણી ઝીણી ફોલ્લીઓ જેવુ પણ લાગતુ હોય છે. જેનું કારણ તણાવ, અનિદ્રા, ખાવામાં એલર્જી હોય શકે છે. આથી સવારમાં ઊઠીને સૌથી પહેલા ઠંડા પાણીથી ચહેરો સાફ કરવો જોઈએ. આમ કરવાથી ત્વચાની ઘણી તકલીફોમાંથી તમે છુટકારો મેળવી શકો છો.

જે રીતે ચહેરા પર આઈસ ક્યૂબ ઘસવાથી જેટલો ફાયદો થાય છે, તેટલો જ ફાયદો ઠંડા પાણીથી પણ થાય છે. આ બંને બાબતો ત્વચાને સુંદર રાખે છે. ઠંડા પાણીથી ચહેરો ધોવાથી ફાઈન લાઈન્સ અને કરચલીઓ દૂર કરે છે. ઠંડુ પાણી ચહેરાને ફ્રેશ રાખે છે. જેનાથી તમે ઉર્જાવાન અનુભવો છો. ઠંડુ પાણી બ્લડ સર્ક્યુલેશન વધારવામાં પણ મદદ કરે છે.

આપણે રાત્રે ઊંઘીએ ત્યારે ચહેરાના રોમ છીદ્રો ગરમી અને ચીકાશના કારણે ખુલ્લા પડી જાય છે. ઠંડુ પાણી રોમ છીદ્રોને બંધ કરે છે. જે તમારી ત્વચામાં કચરો પેદા થવામાં રોકે છે. ઠંડુ પાણી સૂર્યના અલ્ટ્રવાયોલેટ કિરણોથી ખરાબ થયેલી ત્વચાને રાહત આપે છે.