Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

વિશ્વભરમાં 05 ઑક્ટોબરે વિશ્વ શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. આ ખાસ દિવસને વિશ્વમાં શિક્ષકોની પરિસ્થિતિમાં સુધારો લાવવાના ઉદ્દેશ્યથી મનાવવામાં આવે છે. યૂનેસ્કો અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન વચ્ચે વર્ષ 1966માં આયોજિત એક બેઠકમાં તેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વિશ્વ શિક્ષક દિવસ ન માત્ર શિક્ષકો માટે પરંતુ વિદ્યાર્થીઓ માટે પણ એક વિશેષ દિવસ છે. આ દિવસ, શિક્ષકો અને સેવાનિવૃત્ત શિક્ષકોને તેમના વિશેષ યોગદાન માટે સન્માનિત કરવામાં આવે છે. દર વર્ષે યૂનિસેફ, યૂએનડીપી, આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન અને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દ્વારા એકસાથે મળીને વિશ્વ શિક્ષક દિવસનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. યૂનેસ્કો અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન દ્વારા વર્ષ 1966માં શિક્ષકોના અધિકારો, જવાબદારીઓ, રોજગાર અને આગળનાં શિક્ષણ સાથે તમામ ગાઇડલાઇન બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રે આંતરરાષ્ટ્રીય સ્તર પર શિક્ષણના ક્ષેત્રમાં સિદ્ધિઓને જાણવા તથા તેની સાથે સંકળાયેલી સમસ્યાઓને ઓળખવા માટે વર્ષ 2030નો લક્ષ્‍ય રાખવામાં આવ્યો છે.

વિશ્વ શિક્ષક દિવસ 2020ની થીમ

વિશ્વ શિક્ષક દિવસ 2020ની થીમ ‘ટીચર્સ : લીડિંગ ઇન ક્રાઇસિસ, રીઇમેઝનિંગ ધ ફ્યૂચર’ છે.

વિશ્વ શિક્ષક દિવસનો ઇતિહાસ

વિશ્વ શિક્ષક દિવસ દર વર્ષે 5 ઑક્ટોબરના દિવસે વિશ્વભરમાં મનાવવામાં આવે છે. વિશ્વ શિક્ષક દિવસની શરૂઆત વર્ષ 1994માં થઇ હતી. સંયુક્ત રાષ્ટ્રે વિશ્વ શિક્ષક દિવસને આંતરરાષ્ટ્રીય સ્તરે મનાવવા માટે વર્ષ 1994માં યૂનેસ્કોની ભલામણ પર લગભગ 100 દેશના સમર્થન બાદ આ બિલને પસાર કર્યુ હતું. ત્યારબાદથી 05 ઑક્ટોબરના દિવસે વિશ્વ શિક્ષક દિવસ મનાવવાની શરૂઆત થઇ.

વિશ્વ શિક્ષક દિવસનું મહત્ત્વ

યૂનેસ્કો અને આંતરરાષ્ટ્રીય શિક્ષા વિશ્વ શિક્ષક દિવસ મનાવવા માટે દરેક વર્ષે એક અભિયાન ચલાવે છે જેનાથી લોકોને શિક્ષકો માટેની યોગ્ય સમજ તથા વિદ્યાર્થીઓ અને સમાજના વિકાસમાં તેમની ભૂમિકા નિભાવવામાં મદદ મળી શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments