કોરોના સામે લડાઈ : યુરોપના બે દેશ પાસેથી શીખો- કેવી રીતે કોરોનાના ખતરાને સમજ્યા, તૈયારી કરી અને ફેલાવો અટકાવ્યો

0
6

બર્લિન. માર્ચના બીજા સપ્તાહમાં યુરોપ કોરોનાનું નવું કેન્દ્ર બની રહ્યું હતું. ચીનના બદલે વિશ્વનું ધ્યાન યુરોપ ઉપર કેન્દ્રીત થઈ ગયું હતું. જોત જોતામાં ઈટાલી, સ્પેન, ફ્રાન્સ અને બ્રિટન ઝડપપથી તેના ભરડામાં આવી ગયા. ત્યારે જર્મન ચાન્સલર એન્જેલા મર્કલનું નિવેદન આવ્યું જેણે દેશના લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા. તેમણે કહ્યું કે જર્મનીની 70 ટકા વસ્તી સંક્રમિત થઈ શકે છે.

મર્કલે પોતાની જાતને ક્વોરન્ટિન કરી,ત્યારે લાગતું હતું કે જર્મનીમાં પણ ઈટાલી અને સ્પેન જેવી સ્થિતિ થઈ શકે છે. એક મહિનામાં ઈટાલી, સ્પેન, ફ્રાન્સ અને બ્રિટનમાં એક દિવસમાં અનેક લોકોના મોત થઈ રહ્યા છે. જર્મની યુરોપિયન દેશમાં સારી સ્થિતિમાં છે. દેશમાં 1 લાખ 41 હજાર 397 પોઝિટિવ કેસ અને 4,352 લોકોને જીવ ગુમાવ્યા છે.

જર્મનીએ પહેલેથી જ ટેસ્ટ કીટ સમગ્ર દેશમાં પહોંચાડી દીધી
વાસ્તવમાં જર્મનીએ જાન્યુઆરીની શરૂઆતમાં જ ટેસ્ટ કિટ બનાવી લીધી હતી. પ્રથમ કેસ અહીં ફેબ્રુઆરીમાં નોંધાયો હતો. આ પહેલા સમગ્ર દેશમાં ટેસ્ટ કિટ પહોંચાડી દેવાઈ હતી.આના પરીણામ સ્વરૂપ દ.કોરિયાની જેમ ન માત્ર વધારે ટેસ્ટિંગ જ થઈ પરંતુ આ આધારે લોકોને હોસ્પિટલમાં દાખલ પણ કરાયા.ઘણા શહેરમાં ટેસ્ટિંગ ટેક્સિ પણ ચલાવવામાં આવી, જે લોકડાઉનમાં ઘર-ઘર જઈને ટેસ્ટ કરતી રહી. તેનાથી સમયસર ઈલાજ શક્ય બન્યો.

ટેસ્ટિંગથી લઈને પરીણામ સુધીના તમામ કામ ઘર આંગણે જ થયા
સ્વાસ્થ્ય અધિકારીઓએ લોકોને સંદેશ આપ્યો કે જો કોઈને લક્ષણ જણાય તો હોસ્પિટલ આવવાની જરૂર નથી. ટેસ્ટિંગથી લઈ પરીણામ સુધીના તમામ કામ ઘર આંગણે જ થઈ જશે.  રોબર્ટ કોખ ઈંસ્ટીસ્યુટના પ્રમુખ લોથર લીવરે જણાવ્યું હતું કે દેશમાં હળવા લક્ષણોવાળા લોકોને પણ શોધવામાં આવ્યા, જે સમજ જતાં ગંભીર થઈ શકે છે. જર્મનીએ ટેસ્ટિંગ સાથે સાથે ટ્રેકિંગને પણ પ્રાથમિકતા આપી.

જર્મનીએ કડક પગલા ભર્યા
જર્મનીમાં ટેસ્ટિંગ સાથે ટ્રેકિંગને પણ કડક કરાયું. સાથે જર્મનીએ સમયની સાથે કડક પગલા ભર્યા, પછી સરહદોને બંધ કરવાની હોય કે સોશિયલ ડિસ્ટેંસિંગનો નિર્ણય હોય. લોકોએ ચાનસલર મર્કેલનું સમર્થન કર્યું. જેના કારણે દેશમાં સંપૂર્ણ લોકડાઉન ન હોવા છતા લોકોએ પ્રતિબંધોનું પાલન કર્યું. જેના કારણે જર્મનીમાં ઓછા લોકોના મોત થયા.

4 મેના રોજ લોકડાઉન હટી શકે છે, પ્રતિબંધો લાગુ કરાશે
જર્મનીએ લોકડાઉન હટાવવાની તૈયારી કરી લીધી છે. 30 એપ્રિલે રિવ્યુ કરાશે. ત્યાર પછી ચાર મેના રોજ સ્કૂલો શરૂ કરાશે. ડે કેર સેન્ટર, ધાર્મિક કાર્યક્રમો, રસ્ટોરાં, સિનેમાઘરો 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે. ઓફીસમાં ઓછામાં ઓછું દોઢ મીટરનું અંતર રાખવું પડશે. 7500 કંપનીઓને શોર્ટ ટર્મ કામ કરવાની મંજૂરી માંગી છે, જેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

ઓસ્ટ્રિયાની રાજધાની વિએના ઈમરજન્સી માટે બનાવવામાં આવેલી હોસ્પિટલો ખાલી
ઓસ્ટ્રિયાની રાજધાની વિએનાની નવી હોસ્પિટલોમાં પાર્કિગ વિસ્તાર સુમસાન છે. કાંચની દીવાલોમાં અમુક મેડીકલ સ્ટાફ જોવા મળી રહ્યા છે. હાલ અહીં મુલાકાતીઓને આવવાની છૂટ નથી. ઈટાલી અને સ્પેનની જેમ અહીં હોસ્પિટલો કોરોનાના દર્દીઓના ભારણમાં રહી નથી. સ્થિતિ નિયંત્રણમાં છે. દેશમાં એક હજાર દર્દીઓની સારવાર ચાલી રહી છે. જેમાંથી 250 આઈસીયુમાં દાખલ છે. ઉતાવળમાં બનાવવામાં આવેલ અનેક બેડવાળી હોસ્પિટલો પણ ખાલી છે.

સ્થિતિ કાબૂમાં હોવાનું સૌથી મોટું કારણ લોકડાઉન છે
દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે 24 કલાકમાં આવનાર કેસ 122 સુધી ઘટી ગયા છે. જ્યારે 26 માર્ચે કુલ કેસ 966 હતા. સ્થિતિ નિયંત્રણમાં હોવાનું સૌથી મોટું કારણ લોકડાઉન છે. ઓસ્ટ્રિયામાં 16 માર્ચના રોજ લોકડાઉન લાગુ કરી દેવાયું હતું. જ્યારે બાકીના દેશો તેના વિશે વિચારી રહ્યા હતા.

બહાર ફરનાર 17 હજાર લોકોને ભારે દંડ ફટકારાયો
ઓસ્ટ્રિયાની સરહદ ઈટાલી સાથે પણ જોડાયેલી છે. કડક નિયંત્રણોના કારણે કોરોનાને ફેલાવા દીધો નહીં. દરેક જગ્યાએ પોલિસનું પેટ્રોલિંગ થાય છે. બહાર ફરનાર 17 હજાર લોકોને ભારે દંડ ફટકારાયો.  મોટા ભાગના લોકોને સેલ્ફ ક્વોરન્ટિનમાં રખાયા. એટલા માટે કોરોના ઓસ્ટ્રિયામાં ફેલાયો નહીં. અહીં કુલ 14,595 કેસ નોંધાયા છે અને 431 લોકો મોતને ભેટ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here