સિક્યોરિટી ગાર્ડમાંથી પાઠ શીખ્યો:હૈદરાબાદના રામૂ દોસાપટી જરુરિયાતમંદો માટે ચલાવે છે રાઇસ એટીએમ, 25 હજાર પરિવારોને રાશન આપવા 50 લાખ ખર્ચી નાખ્યાં

0
4

કોરોના કાળમાં એવા લોકો વધુ ચર્ચામાં રહ્યા જેઓએ પોતાના સેવા ભાવના કારણે લોકોની મદદ કરી,આવા નેક લોકોમાં સામેલ છે હૈદરાબાદના રામૂ દોસાપટી. રામૂ એક કોર્પોરેટ કંપનીમાં એચઆર છે અને હૈદરાબાદમાં 24 કલાક રાઇસ એટીએમ ચલાવીને જરૂરિયાતમંદોની મદદ કરે છે. તેઓ અત્યાર સુધીમાં 50 લાખ રૂપિયા ખર્ચ કરી ચુક્યા છે. જેમાં પીએફના પૈસા પણ સામેલ છે.રામૂએ હૈદરાબાદના એલબી નગરમાં રાઇસ એટીએમની શરૂઆત કરી. જેનો ફાયદો રોજના 200થી 300 પરિવારને મળતો. તેઓ અત્યાર સુધીમાં 25 હજાર પરિવારની મદદ કરી ચૂક્યા છે.

જ્યારે તેમને પુછવામાં આવ્યુ કે આ કામની શરૂઆત તેઓએ કેમ કરી તો રામુએ તેનું જબરદસ્ત કારણ જણાવ્યું હતુ. તેમના કહેવા મુજબ લોકડાઉનમાં તેઓ એક વખત બાળકો માટે ચિકન ખરીદવા એક દુકાને ગયા હતા. ત્યાં એક સિક્યોરિટી ગાર્ડે 2000 રૂપિયાનું ચિકન ખરીદ્યું, જ્યારે રામુએ તેને પુછ્યુ તો કહ્યુ કે પ્રવાસી મજદૂરોને ખવડાવવા તેણે આટલુ બધુ ચિકન ખરીદ્યુ. જ્યારે રામુએ તેમની સેલેરી પૂછી તો તેમણે 6000 હોવાનું કહ્યું.

બસ પછી રામુને થયુ કે એક સિક્યોરિટી ગાર્ડ 6000 સેલેરી હોવા છતાં 20 હજાર ખર્ચી શકે તો હું કેમ નહીં, અને તેમણે પોતાના 3 બીએચકે ફ્લેટ માટે ભેગા કરેલા પૈસા અને પીએફ ઉપાડી આ રાઇસ એટીએમ શરૂ કર્યું, અને 50 લાખ રૂપિયાનું રાશન ગરીબોને વહેંચ્યું. તેમના આ નેક કામમાં તેમની પત્નીએ પુરો સપોર્ટ કર્યો. રામુના એટીએમમાં આવેલ કોઇપણ ગરીબ પાછો જતો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here