ISRO : PM મોદીની અપીલ, ચંદ્રયાન 2નું લેન્ડિંગ જરૂરથી જોઈ ફોટો મુકો હું રિટ્વિટ કરીશ

0
0

પીએમ મોદીની સાથે ઘણી સ્કૂલના બાળકો પણ હશે. બેંગ્લોર રવાના થતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇસરોના વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી છે અને દેશવાસીઓને એક અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે લોકો મોડી રાતે ચંદ્રયાન 2 નું લેન્ડિંગ જોવે.

  • ચંદ્રયાન 2 ના લેન્ડિંગ પહેલા PM નું ટ્વિટ
  • લેન્ડિંગ વખતે ઇસરો સેન્ટરમાં હશે PM મોદી
  • લોકોને ચંદ્રયાન 2 નું લેન્ડિંગ જોવાની અપીલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાતે ચંદ્રયાન 2 ના લેન્ડિંગના સાક્ષી બનવા માટે બેંગ્લોરમાં ઇસરોના સેન્ટરમાં વૈજ્ઞાનિકોની સાથે હાજર રહેશે. પીએમ મોદીની સાથે ઘણા સ્કૂલના બાળકો પણ હશે. બેંગ્લોર રવાના થતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇસરોના વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી છે અને દેશવાસીઓને એક અપીલ પણ કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે લોકો મોડી રાતે ચંદ્રયાન 2 નું લેન્ડિંગ જોવે અને એ દરમિયાન તમારો ફોટો ક્લિક કરીને ટ્વિટ કરો. પીએમ મોદીનું કહેવું છે કે તેઓ એ ફોટાને રિટ્વિટ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે બપોરે ઘણા ટ્વિટ કર્યા અને ચંદ્રયાન 2 માટે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. પીએમ મોદીએ લખ્યું કે 130 કરોડ હિંદુસ્તાની જે ક્ષણની રાહ જોઇ રહ્યા હતા, એ થોડાક જ કલાક દૂર છે. ચંદ્રયાન 2 આજ રાતે ચંદ્રની દક્ષિણ ભાગની સપાટી પર ઊતરશે. ભારત અને દુનિયા એક વખત ફરીથી આપણા વૈજ્ઞાનિકોનો દમ જોશે.

પીએમ મોદીએ લખ્યું કે હું પણ આ ઐતિહાસિક ક્ષણને જોવા માટે બેંગ્લોરમાં ઇસરો સેન્ટર હાજર રહીશ. એમની સાથે બાળકો પણ સામેલ હશે, જેમાં ભૂટાનથી આવેલા બાળકો પણ સામેલ હશે. પ્રધાનમંત્રીએ લખ્યું કે આ દરેક એ બાળકો છે, જેમને MyGov પર ચાલી રહેલા ISRO સ્પેસ ક્વિઝમાં ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here