સુરતમાં દોઢ લાખનો પગાર છોડી એન્જિનિયર યુવકોએ શરૂ કરી ચાની દુકાન

0
60

તમે એન્જિનિયર વિદ્યાર્થીઓને નવી-નવી વસ્તુઓ બનાવતા જોયા હશે પરંતુ સુરતમાં એન્જિનિયર મિત્રોએ સાથે મળીને ચાની દુકાન શરૂ કરી છે. આ ચાની દુકાનમાં કોઈ કારીગર નહીં પણ એન્જિનિયરનો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલો યુવક ચા બનાવે છે. આ યુવક એક બે પ્રકારની નહીં પણ અલગ-અલગ નવ ફ્લેવરની ચા બનાવે છે. ‘કોઈ ભી ધંધા છોટા નહીં હોતા ઓર ધંધે સે બડા કોઈ ધર્મ નહીં હોતા’ હિન્દી ફિલ્મના આ ડાયલોગને સુરતના બે એન્જિનીયર યુવકોએ સાર્થક કર્યો છે.

રિપોર્ટ અનુસાર એન્જિનીયરીંગનો અભ્યાસ પૂર્ણ કરીને દોઢ લાખ રૂપિયાની નોકરી છોડીને બે યુવકોએ સુરતમાં ચાનો વ્યવસાય શરૂ કર્યો છે. એન્જિનિયરોની ચાની દુકાનનું નામ સાંભળીને મોટી સંખ્યામાં લોકો ચાની દુકાન પર પહોંચે છે અને એન્જિનિયરોએ બનાવેલી ચાની ચૂસકી માણીને તેમના વખાણ કરતા થાકતા નથી.

ચાની દુકાન શરૂ કરનાર એન્જિનિયર યુવકનું કહેવું છે કે, મને પણ ચા પીવાનો શોખ છે પરંતુ અમે ઘણી જગ્યાએ જોયું કે, ચા બનાવતા હોય ત્યાં સ્વચ્છતા ન હોત અથવા તો ચા સરખી રીતે બરાબર ન બનાવતા હોય એટલા માટે વિચાર આવ્યો કે, લોકોને કંઇક સારું આપીએ અને આ ફિલ્ડમાં પણ આગળ સ્કોપ છે એટલા માટે ચાની દુકાન શરૂ કરી છે.

એન્જિનિયર યુવક ચા બનાવતા સમયે હાથમાં મોજા પહેરે છે અને ત્યારબાદ ચોખ્ખાઈથી ચા બનાવે છે. ચોખ્ખાઈનું ધ્યાન રાખીને બનાવવામાં આવતી એન્જિનીયર યુવકોની ચાનો ભાવ બજારમાં મળતી અન્ય ચા જેટલો જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here