અમિતાભ બચ્ચન સહિત 7 લોકોના ગેરકાયદેસર બાંધકામને કોઈ કાર્યવાહી વગર કાયદેસર કરી દીધા, મનીષ મલ્હોત્રાને નોટિસ મોકલી અઠવાડિયામાં જવાબ માગ્યો

0
5

કંગના રનૌતની મુંબઈ સ્થિત ઓફિસને માત્ર એક જ દિવસની નોટિસ પર તોડફોડ કરવાની કાર્યવાહીને લઈને BMC ચર્ચામાં છે. જ્યારે બીજી બાજુ અમિતાભ બચ્ચન સહીત 7 લોકોના ગેરકાયદેસર બાંધકામની કાર્યવાહી મહિનાઓ સુધી લટકાવી રાખ્યા બાદ તેને નિયમિત કરી દેવામાં આવી હતી. તેનો ખુલાસો સાઉથ મનપા દ્વારા RTI કાર્યકર્તા અનિલ ગલગલીને મોકલેલા એક લેટર મારફતે થયો. ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાને પણ BMCએ એક નોટિસ મોકલી છે.

જાણકારી મુજબ ગોરેગાંવ પૂર્વમાં 7 બંગલા છે. તેને લઈને અમિતાભ બચ્ચન, રાજકુમાર હિરાણી, ઓબેરોય રિયાલિટી, પંકજ બલાની, હરેશ ખંડેલવાલ, સંજય વ્યાસ અને હરેશ જગતાની જેવા 7 લોકોને મંજુર પ્લાનમાં મળેલી અનિયમિતતાને પહેલાં જેવી કરવા માટે 7 ડિસેમ્બર 2016માં નોટિસ મોકલવામાં આવી હતી. પરંતુ લીગલ પ્રોસેસ મે 2017 સુધી ચાલતી રહી.

જરૂરી પ્રોસેસ પૂરી કરી કાયદેસર કરાવ્યું બાંધકામ
RTI કાર્યકર્તા અનિલને મોકલાયેલા લેટલમાં દક્ષિણ મનપાએ જણાવ્યું છે કે અમિતાભ બચ્ચન અને અન્ય લોકોના ગેરકાયેદર બાંધકામને લઈને MRTP 53(1) એક્ટ હેઠળ નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારબાદ તેમણે જરૂરી પ્રોસેસ પૂરી કરીને ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરાવી લીધું.

જાણી જોઈને ગેરકાયદેસર બાંધકામ ન તોડ્યા
RTI મારફતે માહિતી મેળવનારા અનિલે મુખ્યમંત્રી અને મનપા આયુક્તને લેટર મોકલીને MRTP એક્ટ હેઠળ ગેરકાયદેસર બાંધકામ તોડવાની માગ કરી હતી પરંતુ કઈ ન થયું. ત્યારબાદ અનિલનો આરોપ છે કે મનપાએ જાણીજોઈને MRTP પ્રોસેસ ધીમી કરી દીધી અને આ ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરી દીધું.

મનીષ મલ્હોત્રાને એક અઠવાડિયાનો સમય આપ્યો
ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાને પણ હાલમાં જ BMCએ નોટિસ મોકલી છે. તેના ઘરમાં ગેરકાયદેસર પરિવર્તનનું કારણ જણાવવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. BMCનો આરોપ છે કે મનીષ મલ્હોત્રાએ તેના ફર્સ્ટ ફ્લોર પર કોઈ સૂચના આપ્યા વગર ઓફિસમાં ફેરવી દીધી. BMCએ આ નોટિસ 7 સપ્ટેમ્બરે રિલીઝ કરી અને મનીષ મલ્હોત્રાને જવાબ આપવા માટે 7 દિવસનો સમય આપ્યો છે.

BMC પર ભેદભાવનો આરોપ લાગ્યો
BMCએ કંગના અને મનીષ મલ્હોત્રા બંનેને અલગ અલગ ટાઈમ પિરિયડની નોટિસ આપી છે. મનીષ મલ્હોત્રાને 351(1) હેઠળ 7 દિવસનો સમય આપ્યો અને કંગનાને 354 હેઠળ માત્ર 1 જ દિવસનો સમય આપ્યો હતો. ત્યારબાદ BMC પર પક્ષપાત કરવાનો આરોપ લાગી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here