લેજન્ડરી બંગાળી એક્ટર સૌમિત્ર ચેટર્જી કોરોના પોઝિટિવ, કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરાયા

0
0

બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આઇકોનિક સ્ટાર સૌમિત્ર ચેટર્જી કોરોના પોઝિટિવ આવ્યો છે. 85 વર્ષીય એક્ટરે સોમવારે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. મંગળવારે ટેસ્ટનું રિઝલ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. તેમને હળવા તાવ સિવાય અન્ય કોઈ લક્ષણ નથી અને તેમની તબિયત સ્થિર છે. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના ખબરઅંતર પૂછ્યાં હતાં.

સત્યજિત રે અને સૌમિત્રા ચેટર્જીની જુગલ જોડી

બંગાળના ખૂબ જાણીતા એક્ટર સૌમિત્ર ચેટર્જી ખાસ ફિલ્મમેકર સત્યજિત રે સાથેના તેમના કામને કારણે વધુ જાણીતા છે. સત્યજિત રે અને સૌમિત્ર ચેટર્જીએ સાથે 14 ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે 1959માં ડેબ્યુ પણ સત્યજિત રેની ફિલ્મ ‘અપૂર સંસાર’થી કર્યું હતું. આ સિવાય તેઓ ઓસ્કર વિજેતા સત્યજિત રે દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિટેક્ટિવ કેરેક્ટર ફેલુદાને પ્લે કરનારા પહેલા એક્ટર હતા.

સત્યજિત રેની અપુર સંસારમાં સૌમિત્ર ચેટર્જી
(સત્યજિત રેની અપુર સંસારમાં સૌમિત્ર ચેટર્જી)

 

છેલ્લે 2019માં મોટા પડદે દેખાયા

લેજન્ડરી એક્ટર સૌમિત્રા ચેટર્જી બંગાળી સિનેમાજગતના અન્ય મહાન ફિલ્મમેકર્સ સાથે પણ કામ કરી ચૂક્યા છે. છેલ્લે તેઓ મોટા પડદે 2019માં આવેલી બંગાળી ફિલ્મ ‘સાંજબાતી’માં દેખાયા હતા.

સૌમિત્રા ચેટર્જી ત્રણ વખત તેમના પર્ફોર્મન્સ માટે નેશનલ અવોર્ડ જીતી ચૂક્યા છે. આ સિવાય તેમને ભારત સરકાર તરફથી પદ્મ ભૂષણ અવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. સંગીત નાટક એકેડમી ટાગોર રત્ન ઉપરાંત 2012માં દાદાસાહેબ ફાળકે અવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here