મહેસાણા: બહુચરાજીના અંતરિયાળ સાપાવાડા ગામનો દવાખાનાનો પ્રશ્ન વિધાનસભામાં ગૂંજ્યો હતો. ગામમાં 22 વર્ષથી દવાખાનાનું પાકુ મકાન હોવા છતાં આજદિન સુધી અહીં સ્ટાફ મૂકાયો નથી. આ બાબતે ધારાસભ્ય ભરતજી ઠાકોરે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવતાં આરોગ્ય મંત્રી નીતિન પટેલે એક કહીને ચોંકાવી દીધા કે, ગામમાં કોઇ આરોગ્ય સેન્ટર જ નથી.
સાપાવાડા ગામના પ્રવેશદ્વાર નજીક સને 1997માં પટેલ શાંતાબેન ત્રિભોવનદાસ નારાયણદાસ પરિવારે દાનમાં આપેલી જમીનમાં દવાખાનાનું સ્ટાફ ક્વાટર સાથેનું પાકું મકાન બાંધવામાં આવેલું છે. જેને 22 વર્ષ જેટલો સમય થતાં આ મકાન જર્જરિત બની ગયું, પણ આજદિન સુધી નથી સ્ટાફ મૂકાયો કે નથી તેનાં તાળાં ખુલ્યાં. આ બાબત ધારાસભ્યના ધ્યાને આવતાં તેમણે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, આ આરોગ્ય સેન્ટરમાં મંજૂર અને ભરાયેલા મહેકમની સ્થિતિ શું છે? જેના જવાબમાં આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ જવાબ આપ્યો કે, ગામમાં કોઇ આરોગ્ય સેન્ટર બાંધવામાં આવ્યું નથી એટલે સ્ટાફ મુકવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
Array
વિધાનસભા : લ્યો કરો વાત, સાંપાવાડામાં મકાન ઊભું હોવા છતાં નીતિન પટેલે કહ્યું, ગામમાં કોઇ આરોગ્ય કેન્દ્ર નથી
- Advertisement -
- Advertisment -