ચૂંટણી જીતવા મતોની ભીખ માંગતા ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો ખરા સમયે જ લૉકડાઉન

0
17

કોરોનાના કેસો વધશે તેવી દહેશતને પગલે ત્રણ અઠવાડિયા માટે સમગ્ર ભારતને લોકડાઉન કરી દેવાયુ છે. રોજ કમાઇને ખાનારાં માટે ત્રણ સપ્તાહ માટે લોકડાઉનમાં રહેવુ મુશ્કેલ બન્યુ છે. સામાન્ય જનતા ય વિચારમાં મૂકાઇ છે. મહત્વની વાત એછેકે, ચૂંટણી જીતવા મતોની ભીખ માંગતા ધારાસભ્યો, મ્યુનિ.કોર્પોરેટરો અત્યારે ખુદ જ લોકડાઉન થઇ ગયા છે.

ચૂંટણી વખતે ચવાણું,સાડી વેચી લોકોને લાલચ આપતાં રાજકારણીઓ અત્યારે જયારે કોરોનાની મહામારી ફેલાઇ છે ત્યારે રોગચાળાથી બચાવવા લોકોને માસ્ક-સેનેટાઇઝર્સ સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપવા હજુય ડોકાયાં નથી.

ગુજરાતમાં કોરોના કેસોનો આંકડો 39 સુધી પહોંચી ચૂક્યો છે.લોકડાઉનને પગલે ચીજવસ્તુઓ ખૂટી પડશે તેવી અફવાઓને પગલે લોકો હજુય દુકાનો-મોલ્સમાં ભીડ જમાવી રહ્યાં છે. અફવાઓને પગલે લોકો ચિંતાતુર બન્યાં છે. રાજસ્થાન સહિત અન્ય રાજ્યમાંથી આવેલાં ગરીબ મજૂરો ફરી એક વતન તરફ જવા માંડયા છે પણ કઠણાઇ એવી છેકે, બસ-રેલ્વે સહિત ખાનગી વાહનોની અવર જવર બંધ છે ત્યારે આ ગરીબો ચાલતા જઇ રહ્યાં છે.

ચૂંટણી હોય તો ત્યારે ભાજપ કે કોંગ્રેસના ઉમેદવારો આ જ ગરીબ મતદારોના એક એક મત ખરીદવા ઘરઘર-ઝુપડે ઝુંપડે ફરીને હાથ જોડતા હોય છે. ચવાણું,સાડી કે રોકડ આપીને મતદારોને લાલચ અપાતી હોય છે. આ જ ગરીબોના મતોથી ધારાસભ્ય કે મ્યુનિ.કોર્પોરેટર બનેલાં આજે પરિવાર સાથે ઘરમાં જ લોકડાઉન થયાં છે.કોરોનાની મહામારીમાં લોકોમાં ભયથી કાંપી રહ્યા છે.

જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા આમથી તેમ દોડી રહ્યાં છે ત્યારે ધારાસભ્યો,મ્યુનિ.કોર્પોરેટરો રોગચાળાથી બચવા માસ્ક-સેનેટાઇઝર્સ સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓ વેચવા હજુય કયાંક ડોકાયાં નથી.

સોશિયલ મિડીયામાં તો ભાજપ-કોંગ્રેસના નેતાઓ પર ટીકાનો વરસાદ વરસી રહ્યો છેકે, સ્વૈચ્છિક સંસ્થાઓ તો મેદાને આવી છે પણ ખરા અર્થમાં લોકોને જરૂરિયાત ઉભી થઇ છે ત્યારે કરોડપતિ ધારાસભ્યો લોકડાઉન થયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here